ઑલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. નીરજ ચોપડાએ પુરૂષોના ભાલા ફેંકમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨ની ફાઇનલમાં સરળતાથી જગ્યા બનાવી લીધી છે. નીરજ ચોપડાએ ૮૮.૩૯ મીટરના અંતરે જેવલિન થ્રો કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે તેના પહેલા જ પ્રયાસમાં શાનદાર પ્રદર્શન કર્યુ. ક્વૉલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. નીરજ ચોપડાએ જે રીતે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં પોતાના પ્રથમ પ્રયાસમાં ૮૯.૯૪ મીટર જેવલિન થ્રો કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો એ સાથે જ તેણે નેશનલ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો.
નીરજ ૯૦ મીટરથી માત્ર ૬ સેન્ટિમીટર ચૂકી ગયો. નીરજ ચોપડાના કોચ ડૉ કે બાર્ટોનિટ્ઝે કહ્યુ કે તેની સૌથી મોટી તાકાત તેની ટેકનિક છે. જે રીતે નીરજ ચોપડાએ તેના પહેલા જ પ્રયાસમાં ફાઈનલની ટિકિટ મેળવી તેણે તેને ઘણુ સરળ બનાવી દીધુ. જેવલિન થ્રોની વાત કરીએ તો, આમાં પગની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે રીતે દોડતી વખતે પગથી હાથ સુધી તમામ શક્તિ ટ્રાન્સફર થાય છે તે જ આ રમતની સૌથી મોટી તાકાત છે. જેવલિન થ્રો કરનારને તેના પગની મજબૂતાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવુ પડે છે. તેના નિતંબની હિલચાલને નિયંત્રિત કરવી પડે છે અને છેલ્લે, ખભાનો ચોક્કસ ઉપયોગ મહત્વની ભૂમિકા ભજવે છે.