નવી દિલ્હી : પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતં કે, પડોશી દેશ પાકિસ્તાન તરફથી સમર્થિત ત્રાસવાદીઓના હુમલાના કારણે ભારત હંમેશા પરેશાન રહ્યુંં છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ વારંવાર હુમલાઓ કરતા રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે, તમામ દેશો એક સાથે આવીને અન્યો સામે આતંકવાદના ઉપયોગને સ્પષ્ટપણે ફગાવી દે.
ત્રાસવાદીઓને ટેકો આપતા દેશોમાં ચાલી રહેલા ત્રાસવાદી માળખાને નષ્ટ કરવામાં આવે. સાથે સાથે આતંકવાદીઓને મળતા નાણાંને પણ રોકી દેવામાં આવે. અરેબિક ભાષાના અખબાર અને અંગ્રેજી ભાષાના અખબારની એડિશનમાં આજે પ્રકાશિત થયેલા અહેવલામાં જણાવાયું છે કે, ભારત હંમેશા આતંકવાદના તમામ સ્વરુપને કઠોરરીતે વખોડે છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત પહોંચ્યા છે ત્યારે તેમણે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠનોને ખુલ્લો ટેકો પાકિસ્તાન તરફથી મળી રહ્યો છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદ સંગઠન જૈશે મોહમ્મદ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ આતંકવાદીઓને લઇને દેશમાં નારાજગી છે.
જમ્મુ કાશ્મીરમાં હજુ સુધીના ઇતિહાસમાં સૌથી વિનાશકારી હુમલો કરવામાં આવ્યો છે જેમાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર વડાપ્રધાને કહ્યું હતું કે, પડોશી દેશોથી કરવામાં આવતા હુમલાઓના કારણે હજારો નિર્દોષોના મોત થઇ ગયા છે. મોદીએ કહ્યું હતું કે, તમામ રાષ્ટ્રો અને સમાજ સામે આતંકવાદ ખતરારુપ છે. આને ખતમ કરવા માટે તમામ દેશોએ સાથે આવવું જાઇએ. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, આતંકવાદી કૃત્યોને લઇને તમામ દેશો એક સાથે નહીં આવવાના લીધે સંબંધો ઉપર માઠી અસર થઇ છે. ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક સંબંધો ઉપર ટિપ્પણી કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, અમે સાઉદી સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને જાળવવા માટે કટિબદ્ધ છીએ.