ભારતમાં કેટલીક અવ્યવસ્થા પહેલાથી જ ચાલી રહી છે. આ વ્યવસ્થાને બદલી નાંખવા માટે સમય લાગી શકે છે. પારદર્શી વ્યવસ્થામાં આવવા માટે વિવિધ પગલાની જરૂર દેખાઇ રહી છે. અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતો કહે છે કે અમારા ત્યાં નિયમોને તોડીને કરચોરી કરીને કારોબાર કરવાની ટેવ પહેલાથી જ રહેલી છે. દાખલા તરીકે જોવામાં આવે તો એક મકાન બે કરોડમાં જો વેચાશે તો વેચાણ સાથે સંબંધિત કાગળ ૨૦ લાખ રૂપિયાના બનાવવામાં આવે છે. ખજાનામાં ૨૦ લાખ રૂપિયા જ કરવેરા તરીકે આવે છે. હજુ તો વેચાણની પ્રક્રિયા પણ ખુબ ધીમી ગતિથી ચાલી રહી છે.
આટલી બધી ગેરકાયદે બચત કરવાની અમને ટેવ પડી ગઇ છે કે કઠોર નિયમો લાગુ કરવામાં આવ્યા બાદ પણ આ પ્રકારની પ્રક્રિયા હજુ જારી છે. ડિજિટલ ચુકવણીની જગ્યાએ આટલી મોટી સંખ્યામાં રૂપિયાના સરક્યુલેશનથી કહી શકાય છે કે લોકો ઇમાનદાર અને પારદર્શી બનવા માટે તૈયાર નથી.
હવે સરકાર અને દેશ બંનેને આ બાબત જોવાની છે કે અર્થવ્યવસ્થાને કઇ રીતે ચલાવવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થાને ચાલવા દેવામાં આવશે કે પછી ખરાબ વ્યવસ્થાને સુધારી દેવા માટે કઠોર નિર્ણય લેવાની પ્રક્રિયા જારી રહેશે. જો કઠોર નિર્ણય લેવાની પ્રક્રિયા જારી રાખવામાં આવશે તો વિકાસ દરનો ધક્કો થોડાક સમય સુધી સહન કરવુ પડશે.