પુણે પાસે ગામનો ૧૦૦ ટકા મતદાનનો રેકોર્ડ છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પુણે : મહારાષ્ટ્રના પુણેથી આશરે ૮૦ કિલોમીટરના અંતરે સ્થિત ઘોલ ગામ મતદાન માટે ખુબ જાણિતુ છે. આ ગામમાં મોટાભાગે વરિષ્ઠ લોકો રહે છે. જ્યારે બીજી બાજુ યુવાનો અભ્યાસ અને નોકરીની શરતે મોટાભાગે શહેરોમાં જતા રહ્યા છે પરંતુ મતદાનના ગાળા દરમિયાન આવીને મત આપે છે. આજ કારણ છે કે, આ ગામમાં વોટિંગ માટે રેકોર્ડ ૧૦૦ ટકા રહ્યું છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન થયું છે. પુણેની બારામતી સીટ હેઠળ આ ગ્રામીણ વિસ્તાર આવે છે. ગામના લોકોનું કહેવું છે કે, અહીંના લોકો ૧૦૦ ટકા મતદાનમાં વિશ્વાસ કરે છે. વિકાસના મુદ્દા મુખ્યરીતે રહેલા છે. ગામના લોકોનું કહેવું છે કે, મોટાભાગ ગ્રામીણ મતદારો છે પરંતુ કોઇપણ પાર્ટીના ઉમેદવાર અહીં મતદાન પહેલા સ્થિતિને જાણવા માટે આવતા નથી. પાણીની સમસ્યા ખુબ જટિલ બનેલી છે. વિકાસ કામોની શરૂઆત ચૂંટણીની જાહેરાત બાદ જ કરવામાં આવી હતી.

Share This Article