ભારત જુલાઇ, ૨૦૧૮થી જૂન ૨૦૨૦ સુધી બે વર્ષના સમયગાળા માટે વિશ્વ સીમા શુલ્ક સંગઠન (ડબ્લ્યૂસીઓ)ને એશિયા પ્રશાંત ક્ષેત્રનું ઉપાધ્યક્ષ બની ગયું છે. ડબ્લ્યૂસીઓએ પોતાના સભાસદોને છ ક્ષેત્રોમાં વિભાજીત કરી દીધાં છે. છ ક્ષેત્રમાંથી દરેકનું પ્રતિનિધિત્વ ડબ્લ્યૂસીઓ પરિષદમાં ક્ષેત્રીય રૂપથી ચૂંટાયેલા ઉપાધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે.
ડબ્લ્યૂસીઓના પ્રશાંત એશિયા (એપી) ક્ષેત્રના ઉપાધ્યક્ષ બનવુ ભારતના નેતૃત્વની ભૂમિકામાં સક્ષમ બનાવશે. ઉપાધ્યક્ષ પદ ગ્રહણ કરવાના પ્રસંગે સોમવાર ૧૬ જુલાઇ, ૨૦૧૮ના રોજ ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ)ની ભાગીદારીમાં કેન્દ્રીય અપ્રત્યક્ષ કર તથા સીમ શુલ્ક (સીબીઆઈસી) દ્વારા એક સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સમારંભમાં એશિયા પ્રશાંત ક્ષેત્રના ૩૩ દેશોની સીમા શુલ્ક પ્રતિનિધિ મંડળ. ભારતમાં વિભિન્ન બંદરોની સીમા શુલ્ક અધિકારી, ભાગીદાર સરકાર એજન્સીયો તથા પ્રતિનિધિઓ ભાગ લેશે.
ડબ્લ્યૂસીઓ દુનિયા ભરમાં ૧૮૨ સીમા શુલ્ક સંચાલકોનું પ્રતિનિધિત્વ કરે છે, જે સામૂહિક રૂપથી વિશ્વ વેપારના લગભગ ૯૮ ટકાને પ્રોસેસ કરે છે.