નવી દિલ્હી : મંગળવારે સવારે રાજ્યસભા અને લોકસભાના સાંસદો દ્વારા મતદાન કર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા મતગણતરી કરવામાં આવી હતી તે પછી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં, રાષ્ટ્રીય ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માં રાધાકૃષ્ણન તેમના પ્રતિસ્પર્ધી બી. સુદર્શન રેડ્ડી સામે ૪૫૨ મત મેળવીને સ્પષ્ટ વિજેતા બન્યા, જેમને ૩૦૦ મત મળ્યા. જીતનું અંતર ૧૫૨ મત રહ્યું.
૨૧ જુલાઈના રોજ શ્રી જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જરૂરી બની હતી.
રાધાકૃષ્ણનને ભારતીય જનતા પાર્ટી (બીજેપી), તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), જનતા દળ યુનાઈટેડ (જેડીયુ), શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી), આસોમ ગણ પરિષદ (એજીપી), લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), રાષ્ટ્રીય લોકદળ (આરએલડી), જનતા દળ સેક્યુલર (જેડીએસ), અખિલ ભારતીય અન્ના એઆઈએમએઆઈ અને ડૉ. જગન મોહન રેડ્ડીની રૂજીઇઝ્રઁએ પણ રાધાકૃષ્ણનની તરફેણમાં મતદાન કર્યું હતું. બીજી તરફ, રેડ્ડીને કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ (ડ્ઢસ્દ્ભ), સમાજવાદી પાર્ટી (જીઁ), તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર), ઝારખંડ મુક્તિ મોરચા (ત્નસ્સ્), આમ આદમી પાર્ટી (છછઁ), રાષ્ટ્રીય જનતા દળ (ઇત્નડ્ઢ), શિવસેના (ેંમ્), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (જીઁ) અને અન્ય ડાબેરી પક્ષો, સહિત અન્યનો ટેકો મળ્યો હતો.
બીજુ જનતા દળ (બીજેડી), ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને શિરોમણી અકાલી દળ (એસએડી) સહિત અનેક પક્ષો મતદાનથી દૂર રહ્યા હતા. રાધાકૃષ્ણનને ૪૩૭ મત મળવાની ધારણા હતી, પરંતુ તેમને ૪૫૨ મત મળ્યા, જ્યારે રેડ્ડીને ૩૦૦ મત મળ્યા, જેમને ઓછામાં ઓછા ૩૨૪ મત મળવાની ખાતરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં દિવસની શરૂઆતમાં સંસદ સંકુલના મતદાન મથકમાં પહેલો મતદાન કર્યું. તેમની સાથે કેન્દ્રીય મંત્રીઓ કિરેન રિજિજુ, અર્જુન રામ મેઘવાલ, જીતેન્દ્ર સિંહ અને એલ મુરુગન પણ હતા.
સવારે ૧૫મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન શરુ થાય તે પહેલા સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ પર આવેલા શ્રી રામ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘મતદાન થવાનું છે. આ ભારતીય રાષ્ટ્રવાદ માટે એક મોટી જીત હશે. અમે બધાં એક છીએ અને એક રહીશું. અમે ભારતને વિકસિત ભારત બનાવવા માંગીએ છીએ.‘
જ્યારે બીઆરએસ, બીજેડી અને શિરોમણી અકાલી દળ સહિત ઘણા પક્ષોએ મતદાનથી દૂર રહ્યા હતા.
સી.પી. રાધાકૃષ્ણન (૬૭ વર્ષ), તમિલનાડુના ભૂતપૂર્વ મ્ત્નઁ પ્રમુખ અને કોયમ્બતુરથી બે વખત લોકસભા સાંસદ રહ્યા, ઇજીજીની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ૨૦૨૩થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે, અને દ્ગડ્ઢછએ તેમને ‘દક્ષિણ ભારતમાં મ્ત્નઁનો આધાર મજબૂત કરનારા‘ તરીકે રજૂ કર્યા. વડાપ્રધાન મોદીએ તેમની નિમણૂકને ‘દેશભરમાં ઉત્સાહ‘ ગણાવ્યો છે.
સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે દ્ગડ્ઢછ ઉમેદવાર હત. તેઓ તમિલનાડુમાં ભાજપના એક મોટા વ્યક્તિત્વ છે. તેઓ બે વાર લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. આ સાથે, ઇન્ડિયા બ્લોકે તેમની સામે સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે.
મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં દ્ગડ્ઢછના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ ૭૮૧ સાંસદ છે. જે જાેતાં જીત માટે ૩૯૨ સાંસદોના મતની જરૂર છે.