નવી દિલ્હી : બિહારમાં એનડીએમાં ૨૦૧૯માં લોકસભા ચુંટણીને લઈને બેઠકોની વહેંચણી પ્રશ્ને ખેંચતાણ જારી છે. હાલમાં ખેંચતાણનો અંત આવે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા નથી. આજે ગઠબંધન સાથી પક્ષોની વચ્ચે યોજાનારી બેઠક વહેંચણીને લઈને નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. દિલ્હીમાં એનડીએના ત્રણ સાથી પક્ષો ભાજપ, જેડીયુ અને એલજેપીની સૂચિત સંયુક્ત પત્રકાર પરિષદ હવે આવતીકાલે યોજાય તેવી શક્યતા છે. આજે નિર્ણય ટળી ગયો હતો. આ પહેલા મેરેથોન બેઠક યોજવામાં આવી હતી. જેમાં નેતાઓની વચ્ચે સહાનુભૂતિના મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ હતી. ભાજપ અને એલજેપી વચ્ચે પણ બેઠકોની વહેંચણી અંગે સહમત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સવારે ૧૧.૩૦ વાગે ભાજપ અધ્યક્ષ અમિત શાહના આવાસ ઉપર ત્રણ પક્ષોના નેતાઓની બેઠક યોજાશે. આ બેઠક બાદ બેઠકોની વહેંચણીને લઈને કોઈ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. બિહારમાં એલજેપીની પાંચ લોકસભા સીટ રહેલી છે. આ પાર્ટીને પાંચ સીટ મળી શકે છે. આ ઉપરાંત એલજેપી ચીફ રામવિલાસ પાસવાનને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. સૂત્રોના કહેવા મુજબ આ સમજૂતિ હેઠળ એલજેપીને એક લોકસભા સીટ ઉત્તરપ્રદેશમાં પણ મળશે. રવિવારના દિવસે એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને દિલ્હીમાં મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે. એલજેપીના નેતા હાલના સમયમાં મુંબઈમાં છે અને આજ કારણસર બેઠક ટળી ગઈ છે. આવતીકાલે બિહારમાં એનડીએમાં સામેલ તમામ પક્ષો જેડીયુ, એલજેપી અને ભાજપની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાશે. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. બિહારમાં સીટોની વહેંચણીને લઈને ખેંચતાણ એ વખતે શરૂ થઈ હતી જ્યારે ભાજપ અને જેડીયુ દ્વારા ૫૦-૫૦ની ફોર્મ્યુલા હેઠળ બિહારમાં બરોબરીની સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
એલજેપીને ચાર અને આરએલએસપીને બે સીટો આપવાની તૈયારી હતી. આને લઈને એનડીએમાં સામેલ રહેલી આરએલએસપીના વિરોધની શરૂઆત થઈ ચુકી છે. મતભેદ જારી રહેતા ગઠબંધનમાં ખેંચતાણ શરૂ થઈ હતી. બિહારમાં ગઠબંધનને બચાવવા અને એલજેપીને મનાવવા માટે ભાજપ પ્રમુખ અમિત શાહ પોતે સક્રિય થયા હતા. અમિત શાહે ગઈકાલે જ રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાનને સંદેશ મોકલીને ઘરે બોલાવ્યા હતા. તમામ મતભેદો દુર કરવા માટેના પ્રયાસો થયા હતા. બિહારમાં લોકસબાની ૪૦ સીટો છે. ફોર્મ્યુલા હેઠળ જેડીયુને ૧૮, ભાજપને ૧૭ અને એલજેપીને પાંચ સીટો મળી શકે છે. શુક્રવારના દિવસે ચિરાગ પાસવાને ભાજપ નેતા અને નાણામંત્રી અરૂણ જેટલી સાથે વાતચીત કરી હતી. બંને વચ્ચે કયા મુદ્દા ઉપર વાતચીત થઈ તેને લઈને કોઈ વિગત સપાટી ઉપર આવી નથી. બિહારમાં સીટોની વહેંચણીને લઈને સમજૂતિ થઈ ચુકી છે. હવે આવતીકાલે અંતિમ નિર્ણયની જાહેરાત થશે. બિહારમાં એનડીએથી અલગ થઈને આરએલએસપીના વડા ઉપેન્દ્ર કુશવાહ હવે યુપીએમાં સામેલ થઈ ચુક્યા છે. બિહારમાં મહાગઠબંધનનો હિસ્સો રહી ચુકેલી પાર્ટીઓ નવી દિલ્હીમાં એનડીએ પર પ્રહારો કરી રહી છે. જાકે હવે આ પાર્ટીઓને મનાવી લેવામાં આવી છે. મહાગઠબંધનમાં કોંગ્રેસ અને આરજેડી ઉપરાંત આરએલએસપી, જીતનરામ માઝીની હિન્દુસ્તાન આવામ મોરચા, શરદ યાદવ અને લેફ્ટ સામેલ છે. જેથી બિહારમાં એનડીએની સામે એકતા દર્શાવવાનો પડકાર છે.