ભારતની સંપૂર્ણ કોમોડિટી અને એગ્રિ-કોમોડિટીઝની કોલેટરલ મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન (એનબીએચસી)એ અગાઉ કોમગાર્ડ તરીકે જાણીતા પેસ્ટ મેનેજમેન્ટ ડિવિઝનને ‘પેસ્ટિન્ક્ટ પ્રો સોલ્યુશન્સ’ તરીકે રિબ્રાન્ડિંગ કરવાની જાહેરાત કરી છે.
પેસ્ટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં મુખ્ય સર્વિસ પ્રોવાઇડરમાંની એક એનબીએચસી ભારતમાં ટોચની 3 અગ્રણી પેસ્ટ કન્ટ્રોલ ઓપરેટર બનવા સક્ષમ ઓરિજિનલ પ્લેટફોર્મ ધરાવે છે. નવી બ્રાન્ડ “પેસ્ટિન્ક્ટ” સ્પષ્ટ આકાંક્ષા, સકારાત્મક પરિવર્તન અને સુધારા માટેનાં અભિયાનનું પ્રતિનિધિત્વ કરે છે. આ એનબીએચસીની સફળતાપૂર્વક વ્યાવસાયિક સંબંધોનું નિર્માણ કરવાની અને સતત બદલાતી ટેકનોલોજીનાં વાતાવરણમાં વ્યાવસાયિક સેવાઓ પ્રદાન કરવાની કટિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.
ટેકનોલોજીલક્ષી કંપની હોવાનાં ભાગરૂપે પેસ્ટિન્ક્ટ પ્રો સોલ્યુશન્સ ડિજિટલ ક્ષમતા (કસ્ટમાઇઝ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ – ERP સોફ્ટવેર) મારફતે ઉત્પાદકતા ધરાવે છે તથા એનાં ગ્રાહકોની ઝડપી અને સરળ સુલભતા માટે પોતાની મોબાઇલ એપ વિકસાવી છે. કંપનીનો ઉદ્દેશ પેસ્ટમાંથી અસરકારક રીતે રાહત પ્રદાન કરીને વ્યવસાયનું રક્ષણ કરવાનો તથા કામનાં વાતાવરણને પેસ્ટમુક્ત બનાવવાની સલામત અને અસરકારક રીતોનો અમલ કરવાની કટિબદ્ધતાનો છે. પર્યાવરણને અનુકૂળ ઇકો-સિસ્ટમનો અભિગમ પેસ્ટ નિયંત્રણનાં અવરોધોને અનુસરે છે તથા ખાદ્ય સલામતી અને પેસ્ટ મેનેજમેન્ટનાં ધારાધોરણોને સતત પૂર્ણ કરવાની સુનિશ્ચિતતા વ્યક્ત કરે છે.