સ્મૃતિઓની શેરીઓમાં ટહેલીએ તોજાણી શકાય છે કે પોલ્કી અથવા અનકટ ડાયમંડ જ્વેલરી એ ભારતીય જ્વેલરી ડિઝાઇનનો ટ્રેડમાર્ક છે. અમદાવાદ પાવરહાઉસ, હારિત ઝવેરી જ્વેલર્સ (એચઝેડજે) અસાધારણ ડિઝાઇન અને ઉત્કૃષ્ટ કારીગરીનું સંયોજન કરીને આ સુંદર કલાત્મકતાનો વારસો અકબંધ રહે તેની ખાતરી કરે છે.
હરિત ઝવેરી જ્વેલર્સે એક નવું કેપ્સ્યુલ કલેક્શન ‘નઝાકત’ ક્યૂરેટ કર્યું છે, જેમાં દુલ્હનો માટે માથાથી લઇ પગ સુધીની સુંદર પરંપરાગત છતાં સમકાલીન જ્વેલરીનો સમાવેશ થાય છે. અંગ્રેજીમાં નઝાકત તે લાવણ્યને દર્શાવે છે કે આ નવી શ્રેણી દુલ્હનના સૌથી ખાસ દિવસનું પ્રતિક છે.
આ સંગ્રહમાં ચોકર શૈલી અને લાંબો નેકલેસ, કાનની બુટ્ટી, બંગડીઓ, નથ, માંગ ટીક્કા અને હેડગિયરનો સમાવેશ થાય છે, જે જીવંત મહેંદી અથવા પરંપરાગત વૈભવ્ય સાથેના ભારતીય લગ્નો માટે અથવા તો નવા યુગના અંતરંગ લગ્નો માટે પણ આદર્શ છે, જેણે આ પાછલા ૨ વર્ષોમાં મહામારી વચ્ચે સુંદર છતાં ખાસ ક્ષણો સાથે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.
ડ્રામા અને ગ્લેમર જોડવાથી મથાપટ્ટી/ માંગટિક્કા સાથે દુલ્હનના પરિધાન આપના તમામ ઉત્સવો માટે લગ્ન સમારંભને શાહી બનાવી દે છે. ચોકર ‘ઝાલાર્સ’ નામના સુંદર લટકીયા સાથે લાવણ્યને વ્યક્ત કરે છે. હરિત ઝવેરી જ્વેલર્સની ચાંદબાલીઓ અને નથ એક સહજ સ્ત્રી સૌંદર્યને ઉજાગર કરે છે, જે તમામ મહિલાઓ માટે એક અમૂલ્ય સંપત્તિ છે, પછી ભલે તે આધુનિક હોય કે પરંપરાગત.
કમરબંધથી બાજુબંધ સુધી દરેક પીસ કમરને ઉભારી શકે છે, જે આ સિઝનમાં એક ખૂબ જ મોટા ચલણ તરીકે છે, જ્યારે હાથફૂલ સાથે ઝીણવટથી તૈયાર કરાયેલા કડા/બંગડીઓ ભવ્ય કેનવાસ પૂર્ણ કરી જૂના વિશ્વના આકર્ષણને વધારે છે.
હારિત કહે છે, “આજની દુલ્હન માટે રચાયેલ નઝાકત કલેક્શન પરંપરાગત કારીગરી અને આધુનિક ડિઝાઇન સૌંદર્ય શાસ્ત્રનું મિશ્રણ બનાવે છે. દુલ્હનના મોહક સૌંદર્યને પ્રતિબિંબિત કરવા માટે રચાયેલ આ ઝવેરાત તમારા ખાસ દિવસની ભવ્યતામાં વધારો કરશે તેની ખાતરી છે.”
સ્ટોરનું સરનામું : અક્ષર કોમ્પ્લેક્સ, હરિત ઝવેરી જ્વેલર્સ ગ્રાઉન્ડ ફ્લોર, શિવરંજની ક્રોસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ, ગુજરાત – ૩૮૦૦૧૫.