નક્સલી નેટવર્કો હજુ છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નક્સલી નેટવર્કને તોડી પાડવા માટે વર્ષોથી તમામ પ્રયાસો થઇ રહ્યા હોવા છતા નક્સલી ગતિવિધી સંપૂર્ણપણે ખતમ થઇ નથી. વારંવાર નક્સલી તેમની હાજરી પુરવાર કરતા રહે છે. ખાસ કરીને છત્તિસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને બિહારમાં નક્સલી ગતિવિધીઓ રહેલી છે. જો કે મોટા ભાગે હવે બ્રેક મુકવામાં આવી છે. નક્સલી હજુ પણ ઘાતક હુમલા કરતા રહે છે. લોકસભા ચૂંટણી વેળા પણ હુમલા કરવામાં આવ્યા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં સક્રિય નક્સલવાદીઓની કમર તોડી નાંખવા માટેના પ્રયાસ છેલ્લા કેટલાક દશકથી કરવામાં આવી રહ્યા હોવા છતાં તેમાં પુરતી સફળતા મળી નથી.

માઓવાદી અથવા તો નક્સલવાદી સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવે તે બાબત હમેંશા ચર્ચામાં રહી છે. જાણકાર લોકો માને છે કે નક્સવાદીઓ સામે બેવડી નિતી અપનાવીને લાભ વધારે લઇ શકાય છે. એકબાજુ તેમની સામે આક્રમક નીતિ અને બીજી બાજુ તેમને મુખ્યપ્રવાહમાં લાવવાના પ્રયાસ પણ થવા જોઇએ. હાલના આવા પ્રયાસને વધારે ઝડપી કરવાની પણ જરૂરી છે.  માઓવાદીઓ તરફથી ખુની હિંસાનો દોર જારી રહ્યો છે. છત્તિસગઢમાં થોડાક સમય પહેલા બારુગી સુરંગ વિસ્ફોટ મારફતે માઓવાદીઓએ સનસનાટી મચાવી દીધી હતી. માઓવાદીઓએ તેમની તાકાત પુરવાર કરી હતી.

માઓવાદીઓએ સુરંગ બ્લાસ્ટ કરીને ભારતીય સુરક્ષા દળોને ભારે નુકસાન પહોંચાડી દીધુ હતુ. આ સુનિયોજિત હુમલાથી ફરી એકવાર સાબિતી મળે છે કે નક્સલવાદઓમાં કોઇ પણ ભય નથી. સાથે સાથે આ બાબત પણ સાબિત થઇ ગઇ છે કે નક્સલવાદઓ પોતાના પ્રભાવવાળા વિસ્તારોમાં જ્યારે ઇચ્છા થાય ત્યારે મોટા હુમલાને અંજામ આપી શકે છે. હકીકતમાં નક્સલવાદીઓએ પણ દેશના એક મોટા હિસ્સામાં પોતાનુ નેટવર્ક જમાવી લીધુ છે. જે પશુપતિ નેપાળથી તિરુપતિ (આંધ્રપ્રદેશ) સુધી જાય છે. આ સમગ્ર ક્ષેત્રમાં માઓવાદી નેટવર્ક ફેલાયેલુ છે. નેપાળ,થી ઝારખંડ, બિહાર, ઓરિસ્સા, છત્તિસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના એક મોટા વિસ્તારમાં હવે માઓવાદી અથવા તો નક્સલવાદીઓ સક્રિય થઇ ગયા છે. આ તમામ વિસ્તાર ખુબ જ ઉપયોગી વન્ય અને ખનિજ ચીજ વસ્તુઓથી ભરેલા છે. એક સામાન્ય અંદાજ મુજબ નક્સલવાદીઓનુ વાર્ષિક બજેટ આશરે ચાર હજાર કરોડ રૂપિયાનુ છે.  આ જંગી નાણાં મારફતે નક્સલવાદીઓ મોટા પાયે નવા હથિયારોની ખરીદી કરે છે.

વિસ્ફોટકોની ખરીદી કરી છે. આ તમામ ઘાતક હથિયારોની સાથે તે પોતાના સંગઠનનુ વિસ્તરણ કરે છે. સરકારી ગુપ્તચર તંત્રની તુલનામાં તેમનુ નેટવર્ક વધારે મજબુત હોવાની વિગત પહેલા પણ સપાટી પર આવી ચુકી છે. નક્સલવાદીઓની હિંસાની સામે તંત્ર નિસહાય દેખાય છે. હવે તેમની સંગઠિત હિંસા રાજ્યો માટે મોટી સમસ્યા બની ચુકી છે. જો કે નક્સલવાદીઓ હવે કોઇ એક રાજ્ય સુધી મર્યાિદત રહ્યા નથી. દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ તેના નેટવર્કને તેઓ ફેલાવી ચુક્યા છે. નક્સલવાદીઓને કાયદો અને વ્યવસ્થાની સાથે જાડાયેલી વ્યવસ્થામાં કોઇ રસ નથી.

Share This Article