નવાબઝાદે ફિલ્મમાં અથિયા શેટ્ટી વિશેષ સોંગમાં ચમકશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ગળા કાપ સ્પર્ધા હોવા છતાં અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા લાંબી ઇનિગ્સ રમવા માટે આશાવાદી બનેલી છે. તે હાલમાં નવાબઝાદે ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની નાનકડી ભૂમિકા હોવા છતાં તે સોંગના કારણે તમામને પ્રભાવિત કરી રહી છે. ફિલ્મમાં તેના ડાન્સથી તમામ લોકો પ્રભાવિત થશે.

આ ફિલ્મ ૨૭મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. અથિયા પાસે અન્ય ફિલ્મો પણ રહેલી છે.  તે સારી ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અથિયા શેટ્ટી તમામ નવા કલાકારો સાથે કામ કરવા માટે આશાવાદી છે. થોડાક સમય પહેલા કોમેડી ફિલ્મ મુબારકાને બોક્સ ઓફિસ પર સફળતા મળતા સેક્સી અથિયા શેટ્ટી  હવે બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક છે.

આશાસ્પદ સ્ટાર અને વિતેલા વર્ષોના લોકપ્રિય સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીનુ  કહેવુ છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી રહી છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતામાં સામેલ રહેલા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પાસે હાલમા કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી.

અથિયા મુબારકામાં  પીઢ અભિનેતા અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડી હતી.  અનિલ કપુર લાંબા સમય બાદ ફિલ્મમાં નજરે પડ્યો હતો.  આ ફિલ્મ ગયા વર્ષે  ૨૮મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવી હતી ત્યારબાદથી ફિલ્મને સફળતા મળી  હતી.  સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાએ નિખિલ  અડવાણી દ્વારા નિર્દેશિત રોમેન્ટિક એક્શન ફિલ્મ હિરો સાથે બોલિવુડમાં પ્રવેશી હતી.

Share This Article