નવાઝુદ્દીને બળજબરીપૂર્વક પકડી લીધી હતી : નિહારિકા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

મુંબઈ :  અભિનેત્રી અને પૂર્વ મોડલ રહી ચૂકેલા નિહારિકા સિંહે પણ બોલિવુડમાં પોતાની સાથે થયેલા જાતિય લઈને માહિતી આપી છે. મિસ લવલીના એક સીનમાં નવાઝુદ્દીન સાથે ખૂબ ચર્ચામાં રહી ચૂકેલી નિહારિકાએ કહ્યું છે કે જ્યારે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેની સાથે અનેક પ્રકારની ઘટનાઓ બની હતી. તેનું કહેવું છે કે પુસ્તક વેચવા માટે યુવતીનું શોષણ કરવા માટે પણ નવાઝુદ્દીન તૈયાર છે. સોશિયલ મીડિયા પર પોતાની વાત રજુ કરતા અન્યો સાથે નિહારિકાએ આ વાત શેયર કરી છે.

પૂર્વ મિસ ઈન્ડિયા રહી ચૂકેલી નિહારિકાએ પોતાના પોસ્ટમાં નવાઝુદ્દીન સિદ્દિકી, સાજીદખાન અને ભૂષણ કુમાર ઉપર આક્ષેપો કર્યા છે. તેનું કહેવું છે કે મિસ લવલીના શુટીંગ દરમિયાન તે નવાઝુદ્દીનને મળી હતી. તેનું કહેવું છે કે એક વખતે નવાઝુદ્દીને બળજબરીપૂર્વક તેને પકડી લીધી હતી. તે નવાઝુદ્દીન સાથે સંબંધમાં રહેવા ઈચ્છુક ન હતી પરંતુ તે કહેતો હતો કે તેના પત્ની પણ પરેશ રાવલ અથવા તો મનોજ બાજપેયીના પત્નીની જેમ અભિનેત્રી અથવા મિસ ઈન્ડિયા રહે તેમ તે માને છે.

તેનું કહેવું છે કે નવાઝુદ્દીનના અનેક મહિલાઓ સાથે સંબંધ હોવાની વિગત તેને મળી હતી. તે એક મહિલા સાથે લગ્ન પણ કરી ચુક્યો હતો. તેના ઉપર દહેજનો આક્ષેપ પણ થઈ રહ્યો હતો. નવાઝુદ્દીન સાથે પોતાના સંબંધોની વાત કરતા તેનું કહેવું છે કે શરૂઆતમાં તેની સાથે સંબંધ હતા પરંતુ આ તમામ ઘટનાઓ સામે આવ્યા બાદ સંબંધ તોડી લીધા હતા. સાજીદ ખાન, ભૂષણ કુમારે ફિલ્મો ઓફર કરવાના બદલે ખૂબજ અસભ્ય માંગો કરી હતી. નવાઝુદ્દીને પોતાની બાયોગ્રાફીમાં ખૂબ જ વિવાદાસ્પદ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

Share This Article