ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્નિ કુલસુમ નવાઝનુ અવસાન થતા પરિવારમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. પત્નિના અવસાન બાદ નવાઝ શરીફ, તેમની પુત્રી મરિયમ નવાઝ અને તેમના જમાઇ કેપ્ટન (નિવૃત) મોહમ્મદ સફદરને ૧૨ કલાક માટે પેરોલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તેમને સવારમાં પેરોલ મળ્યા બાદ પોતાના આવાસ પર પહોંચવા માટે રવાના થયા હતા. પેરોલને મંજુર કરવામાં આવ્યા બાદ નવાઝ શરીફ અને અન્યોને વહેલી પરોઢે રાવલપિંડી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ લાહોર માટે રવાના થયા હતા.
અદીલા જેલમાંથી તેમને છોડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ કુલસુમ નવાઝનુ લંડનમાં અવસાન થયા બાદ તેમના મૃતદેહને પાકિસ્તાન લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ દનાજામાં ભાગ લેવા માટે નવાઝ શરીફના પરિવારના તમામ સભ્યો તેમના આવાસ પર પહોંચી રહ્યા છે. તેમના લાહોર આવાસ પર તમામ જનાજા વિધી હાથ ધરવામાં આવનાર છે. અગાઉ તેમના પત્નિનુ અવસાન થયા બાદ તરત જ પંજાબ સરકારે તેમને પેરોલ મંજુર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નવાઝ શરીફના સમર્થકોમાં પણ આઘાતન મોજ ફરી વળ્યુ છે. કુલસુમ નવાઝ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. તેમની સારવાર ચાલી રહી હતી. તેમના અવસાન અંગે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે દુખ વ્યક્ત કર્યુ છે.