ભારતમાં હજૂ ચૂંટણીને વાર છે પરંતુ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. નવાઝ શરીફ, તેમની દિકરી મરિયમ અને જમાઇને કોર્ટે સજા સંભળાવી ત્યારથી પાકિસ્તાની રાજનીતિએ જાણે નવો વળાંક લીધો હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે સજા સંભળાવવામાં આવી ત્યારે નવાઝ શરીફ અને તેમની દીકરી લંડન સ્થિત પોતાના અપાર્ટમેન્ટમાં હતા. નવાઝનો જમાઇ પાકિસ્તાનમાં જ હતો. તેમ છતાં તે અદાલતમા હાજર થયો ન હતો.
આવા સંજોગોમાં નવાઝ શરીફે સહાનુભૂતિ કાર્ડ ખોલ્યુ છે. તેમણે કહ્યું છે કે, તે કોઇ ચોર નથી. જલ્દી જ પાકિસ્તાન આવશે. સાથે તે પણ કહ્યુ કે પાકિસ્તાનના સંવિધાનને કોઇનો પણ ગુલામ નહી બનવા દે. જ્યારે નવાઝ શરીફને પૂછવામાં આવ્યુ કે તેઓ ક્યારે પાકિસ્તાન પરત ફરશે ત્યારે તેમણે કહ્યુ હતુ કે તેમની પત્ની કુલસૂમને ગળાના કેંસરની ગંભીર બિમારી છે. જેને લીધે તે જલ્દી પાકિસ્તાન નહી આવી શકે.
નવાઝ શરીફે કહ્યુ કે તેમના દેશના લોકો તેમની પડખે ઉભા રહે. આવા નાજૂક સમયમાં તેમને એકલા ના મૂકે. હવે પાકિસ્તાનની જનતા શું નિર્ણય કરે છે તે જોવુ રહ્યું.