– ક્રેડિટ અને બિઝનેસ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ, એનાલિસિસ, આઉટસોર્સિંગ અને પ્રક્રિયા સેવાઓ તેમ જ વેપાર વિકાસ અને ઓપન બેન્કિંગ માટે આધુનિક ડિજિટલ સમાધાનમાં નિષ્ણાત વૈશ્વિક કંપની સીઆરઆઈએફ દ્વારા આજે નવીન ચંદાનીની 1લી ઓગસ્ટ, 2022થી અમલ સાથે ભારત અને સાઉથ એશિયાના રિજનલ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બઢતી કરવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી છે.
નવી ભૂમિકામાં નવીન પ્રદેશમાં સર્વ સીઆરઆઈએફની કંપનીઓનો લાભ લઈને વિકાસ અને વૃદ્ધિ તેજ કરવા માટે સીઆરઆઈએફના ગ્લોબલ સીઈઓને રિપોર્ટ કરશે. સીઆરઆઈએફ હાઈ માર્કમાં છેલ્લા ત્રીસ મહિના દરમિયાન નવીને તેની મૂલ્યવાન આગેવાનીમાં ભારતીય નાણાકીય પ્રણાલીમાં વિચારક તરીકે સીઆરઆઈએફ બ્રાન્ડનું સ્થાન સફળતાથી મજબૂત બનાવવામાં મદદ કરી છે. તેમણે મજબૂત ટીમ અને સંબંધો સ્થાપિત કર્યા હોવાથી કંપનીને મહામારી વચ્ચે પણ આસાનીથી કામગીરી ચાલુ રાખવામાં મદદ કરીને ઉત્કૃષ્ટ પરિણામ પ્રદાન કર્યાં છે.
દરમિયાન સીઆરઆઈએફ હાઈ માર્ક માટે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સંજીત દાવર ભૂમિકા સંભાળી લેશે. તેઓ ઉદ્યોગની પીઢ છે અને નાણાકીય સેવા ઉદ્યોગમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ ફુલર્ટન ઈન્ડિયા ક્રેડિટ કંપની લિ., ટાટા ગ્રુપ અને એચડીએફસી બેન્ક જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.
સીઆરઆઈએફની સ્થાપના 1988માં બોલોગ્ના (ઈટાલી)માં થઈ હતી, જે પ્રતિષ્ઠિત ટોપ 100 આઈડીસી ફિનટેક રેન્કિંગ્સમાં સ્થાન ધરાવે છે અને 50 દેશોમાં આંતરરાષ્ટ્રીય હાજરી ધરાવે છે અને ચાર ખંડ (યુરોપ, અમેરિકા, આફ્રિકા અને એશિયા)માં કામગીરી કરે છે. સીઆરઆઈએફ હાઈ માર્ક ભારતની અગ્રણી ક્રેડિટ બ્યુરો સપોર્ટિંગ બેન્ક, એનબીએફસી અને એમઆફઆઈ છે, જે દરેક મહિને લાખ્ખો ધિરાણ નિર્ણયો લે છે.