હાફિઝની સાથે સારા સંબંધ હોવાની ચાવલાની કબુલાત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  પાકિસ્તાનમાં ખાલિસ્તાન સમર્થક ગોપાલ ચાવલાની સાથે પંજાબના મંત્રી નવજાત સિદ્ધુનો ફોટો આવી ગયા બાદ વિવાદ થઇ ગયો છે. જા કે ચાવલાએ કહ્યુ છે કે આના કારણે તેને કોઇ ફરક પડત નથી. ભારત તેના અંગે શુ વિચારે છે તેને લઇને તેને કોઇ ફરક પડતો નથ. એક ચેનલે વાતચીત કરતા ગોપાલ ચાવલાએ કહ્યુ હતુ કે તેના ચોક્કસપણે  મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદની સાથે નજીકના સંબંધ છે. ચાવલાએ પોતે ત્રાસવાદી હોવાની પણ કબુલાત કરી હતી. તેનુ કહેવુ છે કે જા ભારત તેને ત્રાસવાદી માને છે તો તે ત્રાસવાદી છે.

એકબાજુ તે પંથની વાત કરે છે અને બીજી બાજુ હાફિઝ સઇદ જેવા ખુંખાર ત્રાસવાદી સાથે સંબંધ ધરાવે છે તે અંગે પુછવામાં આવતા ચાવલાએ કહ્યુ હતુ કે હાફિઝ સઇદ તેની અને પાકિસ્તાનના લોકોની નજરમાં ભગવાન તરીકે છે. ચાવલાએ એમ કહેવાનો ઇન્કાર કર્યો હતો કે બ્રિટનના કેટલાક કટ્ટરપંથી શિખ સંગઠનો દ્વારા પાકિસ્તાનમાં તેમની ઓફિસ ખોલી દેવામાં આવી છે. સિદ્ધુ સાથે ફોટો પડાવવાનો હેતુ શુ હતો તે અંગે પુછવામાં આવતા ચાવલાએ કહ્યુ હતુ કે નવજાત સિદ્ધુ કરતારપુર કોરિડોરના કાર્યક્રમમાં પહોચ્યા હતા. જેથી તેમની સાથે ફોટો પડાવી લીધો હતો. પાકિસ્તાનમાં શિખોની સાથે કરવામાં આવી રહેલા ખરાબ વર્તન અંગે પુછવામાં આવતા ચાવલાએ કોઇ જવાબ આપ્યો ન હતો. થોડાક મહિના પહેલા કેટલાક સિખ સમુદાયના લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ હતુ. કરતારપુર કોરિડોર બનવાની શરૂઆત થતા કેટલીક નવી આશા પણ જાગી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સુધરવાની શરૂઆત થઇ શકે છે.

Share This Article