અમદાવાદ : એનએવી કેપિટલે જાહેર કર્યું છે કે તેણે પ્રથમ ભારત-કેન્દ્રિત ક્લોઝ-એન્ડેડ એઆઇએફ ફંડ (કેટેગરી 2) એનએવી ભારત ઇન્વેસ્ટમેન્ટ અપોર્ચ્યુનિટિઝ ફંડ લોંચ કર્યું છે. આ નવું ફંડ મુખ્યત્વે પ્રી-આઇપીઓ સ્ટેજની ઉચ્ચ વૃદ્ધિની સંભાવનાઓ ધરાવતી કંપનીઓ તથા સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એસએમઇ)માં રોકાણની તકો ઉપર ધ્યાન આપશે. એનએવી કેપિટલ પ્રથમ રાઉન્ડમાં રૂ. 500 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેનો ઉપયોગ 18 મહિનામાં કરાશે. આ ફંડ કુલ ભંડોળમાંથી લઘુત્તમ 51 ટકા મૂડી અનલિસ્ટેડ કંપનીઓ તથા 49 ટકા ભંડોળ લિસ્ટેડ કંપનીઓમાં ફાળવશે.
આ ટ્રેક રેકોર્ડની સફળતાને આગળ વધારતા એનએવી ભારત એઆઇએફએ ભારતીય નિવાસી રોકાણકારો માટે ભારતીય બજારની વિશાળ વૃદ્ધિ સંભાવનાનો ઉપયોગ કરવા માટે લાંબા સમયથી રાહ જોવાતો માર્ગ ખોલ્યો છે. આ ફંડ એનએવી કેપિટલ ઇમર્જિંગ સ્ટાર ફંડ દ્વારા સ્થાપિત ઉત્કૃષ્ટ વારસામાં વધુ એક પ્રકરણનો ઉમેરો કરે છે, જેણે છેલ્લા ત્રણ વર્ષમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એસએન્ડપી બીએસઇ સ્મોલ કેપમાં 29.31નો વધારો થયો છે, જ્યારે કે એનએવી ઇએસએફમાં 57.88 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. શરૂઆતથી એનએવી ઇએસએફે પ્રભાવશાળી 303.32 ટકાનો વધારો હાંસલ કર્યો છે, જે એસએન્ડપી બીએસઇ સ્મોલ કેપના 109.25 ટકા કરતા નોંધપાત્ર રીતે આગળ છે.
એનએવી ભારત ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ વિશે વાત કરતાં એનએવી કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર વિનીત અરોરાએ જણાવ્યું હતું કે, “અમને ઘણા ભારતીય રહેવાસીઓ તરફથી અમારી સાથે રોકાણ કરવા અને અમારી સાથે મેક ઇન ઇન્ડિયા યાત્રાનો ભાગ બનવા માટે ઘણી વિનંતીઓ મળી રહી છે. એનએવી ભારત ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના લોન્ચ સાથે અમે અહીં છીએ જેની સાથે અમારું જોડાણ છે. આ નિવાસી ભારતીયો માટે આ અમારી પ્રથમ ઓફર છે તથા અમે ભારત પ્રત્યે પ્રતિબદ્ધ છીએ અને ત્યારબાદ વધુ રજૂઆત કરાશે. અમારું લક્ષ્ય મુખ્યત્વે આઇપીઓ પહેલાની તકો અને વ્યૂહાત્મક વૃદ્ધિ મૂડી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ વૃદ્ધિ સંભાવના ધરાવતા નાના અને મધ્યમ ભારતીય વ્યવસાયોને ટેપ કરવાનું છે.