કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ આજે નવી દિલ્હીમાં એસઓચેએમ દ્વારા આયોજિત રાષ્ટ્રીય ગર્ભાશય કેન્સર કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. ચોબે એ પોતાના સંબોધનમાં જણાવ્યું કે એસોએમે ખૂબ જ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સમસયા એવી ગર્ભાશયના કેન્સર વિશે સમ્મેલન આયોજીત કરી છે અને સર્વાઇકલ કેન્સરના નિદાન માટે રાષ્ટ્રીય જાગૃતિના દિશામાં મહત્વની પહેલ કરી છે. તેમણે જણાવ્યું કે મહિલા રાષ્ટ્રની ધરી છે અને તેમના સ્વાસ્થ્યની સીધી અસર દેશના વિકાસ પર પડે છે. નબળા આરોગ્યને લીધે સ્ત્રીઓ દ્વારા ઓછા વજનવાળા બાળકોને જન્મ આપે તેવી સંભાવના રહે છે.
અસ્વસ્થ સ્ત્રીઓના પરિવારની માનસિકતા અને આર્થિક સ્થિતિ પર અસર પડે છે. તેમણે કહ્યું કે ગર્ભાશય કૈંસરના ઘણા કારણો હોઇ શકે છે. જેવાં કે, એચ.આય.વી સંક્રમણ, અસુરક્ષિત યૌન સંબંધ, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી વગેરે. આકારણી મુજબ, ૩.૮ મિલિયન લોકો, એટલે કે 38 લાખ લોકો, ભારતમાં કેન્સરથી પીડાતા હતા અને તેમાંના બે-તૃતીયાંશ કેન્સરના છેલ્લા તબક્કામાં અને સારવાર ન થઇ શકે તેવા સ્તરે જોવા મળ્યા હતા.
દર વર્ષે ભારતમાં કેન્સરને કારણે આશરે ૭ લાખ લોકોના મૃત્યુ થાય છે. કેન્સરથી પીડાતા દર્દીઓમાંથી ૬૦ ટકાથી વધુ દર્દીઓ તેમના જીવનના મહત્વપૂર્ણ તબક્કો ૩૫ થી ૬૫ વર્ષની ઉંમરના દરમિયાન હોય છે. જો ગર્ભાશયના કેન્સરની સમયસર તપાસ કરવામાં આવે તો તેની સારવાર શક્ય બની શકે છે અને સ્ત્રીઓ લાંબા સમય સુધી જીવી શકે છે અને સારું જીવન જીવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સમયસર તપાસને કારણે યોગ્ય સારવાર દ્વારા ગર્ભાશયના કેન્સરના કિસ્સામાં ઘટાડો થયો છે. ભારત સરકાર નેશનલ હેલ્થ ફંડ દ્વારા ૨૭ પ્રાદેશિક કેન્સર કેન્દ્રોને નાણાકીય સહાય પૂરી પાડે છે જેનાથી ગરીબ લોકોને મફત સારવાર પૂરી પાડી શકાય. વધુમાં, ૬૫ તબીબી કોલેજોમાં કેન્સરની સારવાર માટેની સગવડતા છે. કેન્સરની નાબૂદી માટે રાજ્ય સરકારો દર વર્ષે યોગ્ય નાણાકીય સહાય આપવામાં આવે છે.
આ પ્રસંગે, તેમણે કોર્પોરેટ સેક્ટરને વિનંતી કરી કે તેમની આ સામાજિક જવાબદારી છે કે તેમના નફાનો કેટલોક ભાગ કેન્સર જેવા ગંભીર બીમારીઓને રોકવા માટે નેશનલ હેલ્થ ફંડમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે. તથા પી.પી.પી. મોડેલમાં કેન્સરની સારવાર માટે હોસ્પીટલ તેમજ મોબાઇલ બેંક ચલાવવામાં દેશના ગરીબ લોકોની સારવારમાં પોતાનું યોગદાન આપે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને તે ક્ષેત્રો જ્યાં કેન્સર સૌથી વધુ દર્દી છે.