નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં રાષ્ટ્રીય વેપારી સંમેલનને સંબોધન કર્યું હતું. મોદીએ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, ૨૩મી મેના દિવસે ફરી એકવાર સત્તામાં આવ્યા બાદ વેપારીઓ માટે ખેડૂતોની જેમ જ વેપારી ક્રેડિટ કાર્ડ યોજના લાવવામાં આવશે. જીએસટી હેઠળ નોંધાયેલા વેપારીઓને ૧૦ લાખ રૂપિયા દુર્ઘટના વિમા રકમ આપવામાં આવશે. મોદીએ અવું વચન પણ આપ્યું હતું કે, તેમની સરકાર વેપારીઓ માટે વેપાર કલ્યાણ બોર્ડની રચના કરશે. જીએસટીના કારણે વેપારમાં પારદર્શીતા આવી હોવાનો દાવો કરતા તેમણે કહ્યું હતું કે, આ વ્યવસ્થા અભૂતપૂર્વરીતે સાબિત થઇ રહી છે. જીએસટીની વ્યવસ્થા સૂચનો ઉપર ચાલી રહી છે. આગામી બજેટ સુધી ઇંતજાર કરવામાં આવતો નથી.
સરકારથી ભુલો થતી નથી તેમ તેઓ કહેતા નથી. મોટા દેશમાં એક વિસ્તાર માટે જે ચીજ સારી છે તે બીજા માટે ખરાબ હોઈ શકે છે. આજ કારણસર વેપારીઓની સલાહ લેવાઈ રહી છે. વેપારીઓને જેટલું પ્રોત્સાહન આપવામાં આવે તેટલું ઓછું છે. મોંઘવારીની વાત કરતા તેમણે કહ્યું હતું કે, આજે Âસ્થતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે જ્યારે ખિસ્સામાં પૈસા હોય છે ત્યારે બજારમાં લાગે છે અને વેપારમાં તેજી આવે છે. વડાપ્રધાને કહ્યું કે, દેશને સોનાની ચિડિયા વેપારીઓએ જ બનાવ્યો હતો. દેશના વેપારી હવામાન વૈજ્ઞાનિક હોય ચે. હું તેમની શક્તિને સલામ કરુ છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૨૦૧૪માં ચૂંટણી પહેલા મે કહ્યું હતું કે હું આવીશ તો દરરોજનો એક કાયદો રદ્દ કરીશ. તમને જાણીને આનંદ થશે કે ૫ વર્ષમાં ૧૫૦૦ કાયદાઓ રદ્દ કર્યા છે. મારો ઇરાદો ઇઝ ઓફ લિવિંગ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બિઝનેસ સમુહ સાચા હવામાન વૈજ્ઞાનિકો હોય છે, કારણ કે તેમને તમામ વસ્તુઓ એડવાન્સમાં ખબર હોય છે. અનેક વસ્તુઓ પહેલા જ તેઓ ભાખી લેતા હોય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વેપારીઓને કાયદાના જંગલમાંથી પસાર થવું પડે છે. મોંઘવારીની તોહમત પણ તેમના માથે જ જડી દેવાય છે. ટ્રેડર્સ સમ્મેલનમાં વડાપ્રદાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસનાં જમાખોરોએ વેપારીઓનો ફાયદો ઉઠાવ્યો અને મોંધવારીની તહોમત વેપારીઓ પર ઠોકી બેસાડી. અમે પાંચ વર્ષમાં વેપારમાં અનેક નિયમોમાં ઢીલ આપી છે. વડાપ્રધાન મોદીએ જીએસટી અંગે કહ્યું કે, જીએસટીથી વેપાર કરવો સરળ થયો. તેના કારણે રાજ્યોની આવકમાં પણ ડોઢ ગણો વધારો થય છે.
વડાપ્રધાને કહ્યું કે, આપણો દેશ ઝડપથી આગળ વધી શકે તે માટે અમે ૨૩ મેનાં રોજ જ્યારે ફરી એકવાર મોદી સરકાર બનશે તો રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ બનાવીશું. આ બોર્ડ સરકાર અને વ્યાપાર વચ્ચેનો સંવાદ હશે. અમે જીએસટી હેઠળ રજીસ્ટર્ડ તમામ વેપારીઓને ૧૦ લાખ રૂપિયાનો દુર્ઘટના વિમો આપીશું. ખેડૂત ક્રેડિટ કાર્ડની જેમ જ અમે રજિસ્ટર્ડ વેપારીઓ માટે વ્યાપારી ક્રેડિટ કાર્ડની યોજના લાવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૨૦૧૪માં પણ તમે લોકોએ મને બોલાવ્યા હતા, તે સમયે હું વડાપ્રધાન નહોતો. તે સમયે સમગ્ર દેશમાંથી તમે લોકો આવ્યા હતા સંખ્યા થોડી ઓછી હતી. કારણ કે સ્વાભાવિક છે મોદીના કાર્યક્રમમાં જઇશું અને તસ્વીર આવી જશે.