દીકરીનાં દિવસનું પણ કંઈ સેલિબ્રેશન હોતુ હશે? દીકરી દિવસ ન હોય દીકરીનાં જન્મનો ઉત્સાહ તો જન્મારા સુધીનો હોય…હા, પણ અહીં આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી થઈ રહી છે. સમાજમાં પ્રવર્તમાન માન્યતાઓ, કિસ્સાઓ અને પરંપરાઓને લીધે હવે દિકરાનાં પ્રમાણમાં દીકરીની સંખ્યા એટલી તો ઓછી થઈ ગઈ છે કે લોકોને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી કરી પ્રોત્સાહિત કરવા પડે છે અને કહેવું પડે છે કે બેટી બચાવો.
એક સર્વે મુજબ જોઈએ તો લોકોને દિકરાનાં જન્મની વધારે ખુશી હોય છે. માત્ર એટલાં માટે કે દીકરી તમારો વંશ વેલો વધારી ન શકે? એ વંશ વેલો જે જોવા તમે હયાત પણ હશો કે નહીં તેની પણ ખબર નથી. એ વંશ વેલો જેને આગળ વધારવા માટે પણ એક સ્ત્રીની જ જરૃર પડે છે. લોકો એ વાત સહજતાથી સ્વિકારી નથી શકતા કે દીકરી પોતાનો નહીં તો કોઈ બીજાનો વંશ વધારી જ શકશે. માત્ર વંશ વધારવા જ શું કામ…જે ગર્વ કુટુંબને દિકરો અપાવે છે તે તમામ ગર્વ આજકાલ દીકરી પણ અપાવી જ શકે છે. અન્ય એક કારણ એ પણ હોય છે કે એક જમાનામાં દીકરીનાં લગ્ન સમયે તેને એટલું દહેજ આપવું પડતુ કે તે જન્મે ત્યારથી જ ભેગુ કરવાની શરૃઆત થઈ જતી. આ બોજને કારણે પણ તે સમયે લોકો દીકરી જન્મનો નીસાસો નાંખતા અને ઘણાં તો ગર્ભપાત કરાવી દેતા. તેથી સેવ ગર્લ ચાઈલ્ડ માટેનાં કેમ્પેન પણ કરવામાં આવ્યા.
દીકરી જન્મની ઉજવણી જ્યાં ઘણાં લોકો માટે ચિંતા રૃપ છે ત્યાં ઘણાં પિતા એવા પણ છે જે પોતાના ઘરે અવતરેલી પરીને આંખોનાં પલકારા પર રાખીને મોટી કરી રહ્યાં છે . ચાલો આ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે નાં દિવસે આ પિતાઓની લાગણી તેમની જુબાની…
દીકરી વહાલ નો દરિયો હોય છે પણ હું તેની સાથે અસહમત છું , દરિયો તો તોફાન કરે પણ દીકરી તો વહાલ ની નદી છે જે એક આંગણ થી વહાલ વહાવતી વહાવતી બીજા આંગણ સુધી જાય છે. દરિયો ખારો હોય છે પણ દીકરી તો નદી જેવી મીઠડી હોય છે. દીકરી એટલે અમારા સંસાર જીવનની એક અતૂટ કડી અને ઈશ્વરે આપેલ અણમોલ ભેટ.
-વિઝન રાવલ
દીકરી એ કોઈના માટે ભાર તો કોઈના માટે આભાર..મારા માટે મારી દીકરી એ ભગવાને આપેલી સૌથી અમૂલ્ય ગિફ્ટ છે. નોકરીથી ઘરે જતાની સાથે જયારે મારી દીકરીનું હસતો ચહેરો જોતાંની સાથેજ દિવસ દરમિયાનનો બધો થાક અચાનક ક્યાંક ગાયબ થઇ જાય છે ખબર જ નથી પડતી . દીકરી જોડે ઘર ઘર રમતા ક્યારે એ મોટી થઇ રહી છે એ ખબરજ નથી પડતી . પિતા તરીકે, હું હંમેશાં ગુપ્ત રીતે તિરસ્કાર કરું છું કે તું મોટી થઈ રહી છે કારણ કે હું જાણું છું કે દરેક પસાર થતી ક્ષણ મને એક પગથિયું મારાથી દૂર લઇ જશે. જો શક્ય હોત હું આ ક્ષણોને અહીજ સ્ટેચ્યુ કહી સ્ટોપ કરી દેત. લવ યુ માય સાંચુ.
- મૌલિક ભાવસાર
I had never thought of love and bond of father-daughter can be at such peak until I experienced it.
Those little footsteps, those little fingers, that smile and much more, just can’t get out of it.
I now realised equation of father & daughter, he pretends to be strong and hard sometimes but I bet no father can be harsh within.
There are thoughts of time machines, I echo the same in different manner. I do not want to go back and live that time again rather I wish this time stops here itself and nothing can make me happiest than that, that’s my wish for my gal to see her growing, see her nautankis, see her love for me and much more.
“My Gal” – for an young man, my gal can be his girlfriend but when I say my gal, that’s my daughter “Viyona”.
Many a times we heard that words cant express love and that’s exactly my situation is right now .
I love you, Viyona (more than anything else)
- જૈમિન ઠાકર