દિવ્યાંગો માટેની નેશનલ ગેઇમ્સનો ૬ઠ્ઠી જુલાઇએ ઉદઘાટન સમારોહ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દિવ્યાંગો માટેની ખેલો ઇન્ડિયા નેશનલ ગેઇમ્સનો ૬ઠ્ઠી જુલાઇને શુક્રવારના રોજ સાંજે ૬.૩૦ કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, કોબા, ગાંધીનગર ખાતે ઉદઘાટન સમારોહ યોજાશે.

સમાજનું અભિન્ન અંગ એવા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે યોજાનાર આ સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે.

દિવ્યાંગોની શક્તિને પ્રોત્સાહિત કરવા માટે આ હરિફાઇ નહીં પણ એક ઉજવણી છે ત્યારે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.

Share This Article