ખુબસુરત નતાલી પોર્ટમેન ફરીવખત ફિલ્મોમાં સક્રિય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ:   અભિનેત્રી ખુબસુરત નતાલી પોર્ટમેને બાળકીને જન્મ આપ્યા બાદ ફરી સક્રિય બની ચુકી છે. તેની પાસે નવી કેટલીક ફિલ્મોની ઓફર આવી ચુકી છે. ફિલ્મોમાં ફરી એન્ટ્રી કરવા માટે તે તૈયાર છે.  નતાલીની બાળકીનુ નામ અમાલિયા રાખવામાં આવ્યુ છે. ઇ-ન્યુઝના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ૩૫ વર્ષીય ઓસ્કાર વિજેતા અભિનેત્રી નતાલી પોર્ટમેન બીજી વખત માતા બન્યા બાદ ભારે ખુશ છે. પતિ બેન્જામીન મિલ્લેપેઇડે પણ ભારે ખુશી વ્યક્ત કરી છે. નતાલી અને તેના કોરિયોગ્રાફર પતિએ બ્લેક સ્વાન નામની સુપરહિટ ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે.

પેરિસ ઓપેરા બેલેટના પૂર્વ ડાન્સ ડિરેક્ટર બેન્જામીન અને નતાલી પોર્ટમેન પહેલાથીજ પાંચ વર્ષના પુત્ર એલેફના માતાપિતા તરીકે છે. નતાલી પોર્ટમેન તેના સગર્ભા અવસ્થાના ગાળા દરમિયાન ખુબ જ લો પ્રોફાઇલ રહી હતી. પોર્ટમેન જાહેરમાં ખુબ ઓછી વખત વાત કરતી નજરે પડી હતી. પોતાની પુત્રીના જન્મના કારણે તે ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લઇ શકી ન હતી. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ઓસ્કાર એવોર્ડ જાહેર કરવામા આવ્યા હતા. ઓસ્કારમાં બાયોપિક જેકી માટે તેની બેસ્ટ અભિનેત્રી માટે નોમિનેશન કરવામાં આવી હતી.

જા કે સગર્ભા અવસ્થાના કારણે તે કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી ન હતી. જેકી ફિલ્મ અંગે વાત કરતા નતાલી પોર્ટમેને કહ્યુ હતુ કે આ ફિલ્મને લઇને તે પહેલાથી જ આશાવાદી હતી. પોર્ટમેનની ગણતરી સુપરસ્ટાર અભિનેત્રી તરીકે પહેલાથી જ કરવામાં આવે છે. તે વિતેલા વર્ષોમાં બેસ્ટ અભિનેત્રી માટેનો એવોર્ડ પણ જીતી ચુકી છે. હાલમાં પુત્રીની કાળજી લેવાઇ રહી છે.

Share This Article