નર્મદા નદી ગાંડીતૂર બની, જિલ્લાની તમામ શાળા, કોલેજ બંધ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારે વરસાદના પગલે નર્મદાના ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે અને નદીકાંઠાના આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.ભારે વરસાદના પગલે સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા,કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા માટે નાયબ નિવાસી કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલતા ગામમાં પાણી ફરી વળતા શાળા કોલેજ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર જિલ્લામાં એક દિવસ માટે શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા હુકમ કર્યો છે.

Share This Article