અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમાધાનકારીરીતે ઉકેલી લેવા ખોડલધામના વડા નરેશ પટેલ સવારે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલે અન્ય ટ્રસ્ટીઓ સાથે પણ વાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ હાર્દિકને પારણા કરવા વિનંતી કરવા માટે આવ્યા છે. આ માટે ઉમિયાધામ અને ખોડલધામ બંને સંસ્થા પણ પ્રયાસ કરશે. હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તેવો ખોડલધામના વડા નરેશ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાર્દિકની માંગણીઓ અને ભાવના લોકો સુધી પહોંચાડવા તેઓ ઇચ્છુક છે. હાર્દિકને મળવા માટે પણ મોડેથી નરેશ પટેલ પહોંચ્યા હતા.
ક્યાંક તમે તો નકલી ઘી ખરીદીને ઘરે નથી લઈ જતાને?
પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી...
Read more