અમદાવાદ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે કહ્યું હતું કે ૧૦મી એપ્રિલના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જુનાગઢ અને સોનગઢમાં નરેન્દ્ર મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે. મોદીની ૧૦મી એપ્રિલે સવારે નવ વાગે જુનાગઢમાં જુનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભા વિસ્તારની જનતાને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે ૧૨ વાગે સોનગઢમાં બારડોલી લોકસભા અને નવસારી લોકસભા વિસ્તારની જનતાને સંબોધશે.
બીજી બાજુ ભાજપ પ્રમુખ અમિત શાહ આવતીકાલે બે તબક્કામાં અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. જનસંપર્ક કાર્યક્રમને લઈને ભાજપના કાર્યકરોનો ભારે ઉત્સાહ જાવા મળે છે. વાઘાણીએ જણાવ્યું હતું કે આવતીકાલે શનિવારે ભારતીય જનતા પાર્ટના સ્થાપના દિન નિમિતે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો વેજલપુર અને સાબરમતી વિધાનસભામાં લોકસંપર્ક રેલી-રોડ શો યોજાશે.
૬ એપ્રિલના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર લોકસભાના વિજયી ઉમેદાર અમિતભાઈ શાહ કર્ણાવતી મહાનગરમાં બે તબક્કામાં ભવ્ય રોડ-શો દ્વારા લોકસંપર્ક રાઉન્ડમાં હજારો કાર્યકર્તાઓ સાથે પોતાના મતવિસ્તારના લોકોનું અભિવાદન ઝીલશે. આવતીકાલે સવારે ૯.૩૦ કલાકે વેજલપુર, વણઝાર, સરખેજ ગામ, રોજા, શ્રીનંદનગર, જીવરાજપાર્ક, દેવાશ ફ્લેટ, સ્વામીનારાયણ મંદિર, શ્યામલ બ્રીજ, શ્યામલ ૧૦૦ ફુટ રોડ, હરણ સર્કલ, શ્રદ્ધા સ્કુલ ચાર ર્તા, જાધપુર ચાર રસ્તા, માનસી સર્કલ, વ†ાપુર શહિદ ચોક થઈ હવેલી મંદિર ખાતે બપોરે ૧૨.૩૦ કલાકની આસપાસ પ્રથમ રાઉન્ડનું સમાપન થશે. વેજલપુરથી વ†ાપુર સુધી તમામ રૂટ પર હજારોની સંખ્યામાં સ્થાનિકો, સામાજીક સંસ્થાઓ, ધર્મસ્થાનો, વેપારી મંડળો, સહકારી આગેવાનો દ્વારા વિવિધ સ્થળોએ અમિત શાહનું વિવિધ પ્રકારે સ્વાગત કરવામાં આવશે.
આ રોડ-શો લોકસંપર્કનો બીજા તબક્કો ૫.૩૦ કલાકે શરૂ થશે. જે રાણીપથી નિર્ણયનગર ગરનાળા થઈ ચાંદલોડીયા ઉમિયા હોલ, વંદે માતરમ રોડ, કંકુનગર, દુર્ગા સ્કુલ, સરદાર ચોક, નવનિર્માણ સ્કુલ, રાણીપ બસસ્ટેન્ડ, શ્રી રાધા સ્વામી રોડ, સાબરમતી પાવરહાઉસ, રામનગર, રામબાગ રોડ, નીલકંઠ મહાદે, હરિઓમ સોસાયટી, દેવભૂમિ રોડના સમથળે સમાનપન થશે. વેજલપુર અને સાબરમત વિસ્તારમાં આવનારા તમામ રૂટ પર વિવિધ સ્થળોએ ઢોલ-ત્રાંસા-નગારા-ફુલહાર-ફુલની પાંદડીઓથી સાથે હૃદયના ઉંડાણથી અમિત શાહને ભવ્ય વિજયના શુભાષિશ આપવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે રાત્રી સમયે અમિત શાહ ઘાટલોડીયા વિધાનસભાના બોપલ મંડલમાં આવતા વિવિધ સોસાયીટઓના રહેવાસીઓ સાથે બેઠક કરી સીધો સંવાદ કરશે.