કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે. ભારતભરના મોટા નેતાઓએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામના પાઠવી છે, અને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જન્મદિનની શુભકામના, ભગવાન તેમને લાંબી અને સ્વસ્થ આવરદા આપે.
2019ની ચૂંટણી માટેના પ્રયાસ અત્યારથી જ શરૂ થઇ ગયા છે. એક બાજુ નરેન્દ્ર મોદીની સરકાર છે તો બીજી તરફ રાહુલ ગાંધી મહાગઠબંધન કરવા પ્રયત્ન કરી રહ્યાં છે. રાજનીતિ વચ્ચે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને બર્થ ડે વિશ કર્યુ હતુ. રાહુલ ગાંધીએ 48 વર્ષ પૂર્ણ કર્યા છે.
રાહુલ ગાંધી પૂરતા પ્રયાસ કરી રહ્યા છે કે તે કેન્દ્રમાંથી ભાજપ સરકારને હટાવે. તે દરેક પાર્ટીના નેતાઓને મળીને મહાગઠબંધનનો પ્રયાસ કરી રહ્યાં છે. તો બીજી તરફ અમિત શાહ બધાને મળીને ભાજપ તરફ આકર્ષી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીનો આ પ્રથમ જન્મદિવસ છે. ખબરપત્રી તરફથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામના.