અમદાવાદ: ગાધીનગર જીલ્લાના કોલવાઠા ગામેથી પગીવાસમાં નારકોર્ટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં કુલ ૪.૦૭૦ કિ.ગ્રા રૂપિયા ૪૦૭૦૦નો ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જેની સાથે એક મહિલાને પકડી ગાંધીનગર એસઓજીની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ શેરથા ટોલ નાકા પાસેથી ઈકો ગાડીમાંથી ૨૮ કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા ૨ લાખ ૮૦ હજાર સહિત ચાર ઈસમોને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વાહીદ મહંમદ શેખ રહે. મહેસાણા, મહંમદ આરીફ મહંદ હારુન રહે. અમદાવાદ, ઈમરાન પદવીસ પઠાન રહે. અમદાવાદ, મહંમદ પરવેશ અનવર શેખ રહે. અમદાવાદને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ચાર આરોપીમાંથી વાહીદ મહંમદ શેખ રહે. મહેસાણા કડુશેઠનો વંડો, મહંમદ આરીફ મહંમદ હારૂન રહે. મચ્છી માર્કેટ રખીયાલ અમદાવાદ, ઈમરાન ફદીસ પઠાણ રહે. વટવા ચાર માળીયા ઉમંગ ફ્લેટ પાસે અમદાવાદ અને મહંમદ પરવેઝ અનવર શેખ રહે. ઈન્દીરાનગર જનતા મટન શોપની પાછળ રખીયાલ નાઓની ગાંધીનગર એસઓજીની ટીમે ઝડપીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ત્યારે બીજી બાજુ પણ કોલવાડા ગામેથી પગીવાસમાં નારોકોટીક્સની રેડ કરી કુલ ૪૦૭૦ કિલોગ્રામ જેની કિંમત ૪૦,૭૦૦નો ગાંજાનો જથ્થો કબ્જે કરી એક મહિલાને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ગાંધીનગરની એસઓજીની ટીમે બાતમીના આધારે કોલવડા ગામે આવેલ પગીવાસમાં રહેતા શાંકુબહેન સુખાજી ઠાકોરનાઓ પોતાના રહેણાંક મકાનમાં વગર પરમીટે નારકોટીક્સ પદાર્થ ગાંજાનો જથ્થો રાખે છે. જે આધારે એસઓજીની ટીમે રેડ પાડી શાંકુબહેન સુખાજી ઠાકોર રહે. પગીવાસ આદરજરોડ કોલવડા વાળા પોતાના ઘરે હાજર હતા તે સમયે ઘરમાં તપાસ કરતા કુલ ૪૦૭૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત આશરે ૪૦,૭૦૦ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી.
ગ્રેટર નોઈડામાં ગર્લ્સ હોસ્ટેલના લાગી આગ, જીવ બચાવવા છોકરીઓ બીજા માળેથી કૂદવા લાગી
ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં...
Read more