નરાધમોએ નવ અન્ય મહિલાને રેપ બાદ સળગાવીને મારી હતી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તેલંગાણાના હૈદરાબાદમાં મહિલા પશુ તબીબ પર રેપ અને મર્ડરના મામલામાં સામેલ રહેલા અને હાલમાં પોલીસ એન્કાઉન્ટરમાં ફુંકાયેલા ચાર નરાધમો પૈકી બે આરોપીઓ નવ અન્ય મહિલાઓ સાથે રેપ અને હત્યાના મામલે સામેલ હતા. આ બે નરાધમોએ પશુ તબીબ પર રેપ અને હત્યા કરતા પહેલા નવ મહિલાઓ પર બળાત્કાર ગુજારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે દાવો કર્યો છે કે આરિફ અને ચેન્નાકેશવવુલુએ કબુલાત કરી હતી કે આ શખ્સોએ નવ મહિલા પર રેપ ગુજાર્યો હતો. ત્યારબાદ સળગાવીને તેમને મારી નાંખી હતી.

હાલમાં સાઇબરાબાદ પોલીસને આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધાર પર કર્ણાટકમાં તપાસ ચાલી રહી છે. મામલામાં ઉંડી તપાસ કરવામાં આવ્યા બાદ કેટલીક વિગત ખુલી ગઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કબુલાત કરતા કહ્યુ છે કે કસ્ટડીમાં આરોપીને લેવામાં આવ્યા બાદ અમે તેલંગણા અને કર્ણાટક હાઇ વે પર મહિલાઓની સાથે રેપ બાદ સળગાવી દેવાના મામલામાં તપાસ ચાલી રહી છે. આવા ૧૫ મામલામાં તપાસ ચાલી રહી છે.

આ ચાર પૈકી બે નરાધમો નવ ઘટનામાં સામેલ હતા. તેલંગાણા પોલીસે દાવો કર્યો છે કે આરિફ છ મામલામાં સામેલ હતો. જ્યારે ચેન્ના ત્રણ મહિલાઓ પર રેપ અને મર્ડરમાં સામેલ હતો. આ બંને અપરાધીએ તેલંગાણાના સંગા રેડ્ડી, રંગા રેડ્ડી અને મહેબુબનગર હાઇવે અને કર્ણાટકના સરહદી શહેરોમાં આ અપરાધ કર્યા હતા.

Share This Article