પાલનપુરના ગામમાં ૩ વર્ષની બાળકીને શાળામાં લઈ જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પાલનપુર નજીકના ગામમાં એક નરાધમે ત્રણ વર્ષની બાળકીને શાળામાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં ફિટકાર પ્રસર્યો છે. ત્રણ દિવસ અગાઉ બનેલી આ ઘટના અંગે બાળકીના પિતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ નરાધમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર તાલુકા પોલીસ મથક ની હદમાં આવતા અને અમીરગઢ તાલુકાના એક ગામમાં ૧ નવેમ્બર ૨૦૨૨ના રોજ ત્રણ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બહાર આવી છે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘર આગળ બાળકી રમતી હતી ત્યારે ખેમરાજિયા ગામનો મોતીભાઈ કેસાભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૭) તેણીને ગામની શાળામાં લઈ ગયો હતો. જ્યાં બાળકી ઉપર બર્બરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન બાળકીની માતા સ્કૂલમાં દોડી આવતા નરાધમ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે બાળકીના પિતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ વર્ષની બાળકીને નરાધમ ગામની શાળામાં લઈ ગયો હતો. જ્યાં તેના ઉપર દુષ્કર્મ ગુજારતા અસહય પીડાથી બાળકી કણસી ઉઠી હતી. અને ચિસાચીસ કરી મૂકી હતી. જેની ચીસ સાંભળી બાળકીની માતા શાળામાં દોડી આવી હતી. નરાધમ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવતા દુઃખ અને પીડાથી બાળકી બેભાન બની ગઈ હતી. જ્યાં દોડી આવેલી તેની માતાએ પરિવારને જાણ કરતા બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ટ્રોમા સેન્ટરમાં તેણીની સારવાર ચાલી રહી છે.

Share This Article