ન્યુયોર્કમાં રમાઈ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટા અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે. હવે મહિલાઓના સિગલ્સ વર્ગમાં સૌથી મોટો અપસેટ સર્જાઇ ગયો છે. કારણ કે વર્તમાન ચેમ્પિયન અને પ્રથમ ક્રમાકિત ખેલાડી જાપાનની નાઓમી ઓસાકા પણ હારી ગઇ છે.