નેનો ફર્ટિલાઈઝરોનો ઉપયોગ કરવાનું પ્રમોટ IFFCO દ્વારા 1લી જુલાઈ, 2024ના રોજ નેનો ફર્ટિલાઈઝર યુસેજ પ્રમોશન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું. તે હેઠળ 200 મોડેલ નેનો વિલેજ ક્લસ્ટર્સ ઈફ્ફકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. તે થકી 800 ગામના ખેડૂતોને IFFCO જ્લાકા નેનો યુરિયા પ્લસ, નેનો ડીએપી અને સાગરીકાની કિંમત (એમઆરપી) પર 25 ટકાની સબસિડી આપવામાં આવી હતી, જેથી ખેડૂતો તેમનાં ખેતરો માટે વધુ ને વધુ નેનો ફર્ટિલાઈઝરોનો ઉપયોગ કરી શકે. આ સાથે IFFCOએ ડ્રોન એન્ટરપ્રેન્યોરને એકર દીઠ રૂ. 100ની ગ્રાન્ટ આપી હતી, જેથી ખેડૂતો ઓછા દરે છંટકાવની સુવિધા મેળવી શકે. ખેડૂતોને આ મોડેલ નેનો વિલેજીસમાં પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારાથી વાકેફ કરવામાં આવ્યા હતા.
સન્માનનીય વડા પ્રધાને પણ કૃષિમાં નેનો ફર્ટિલાઈઝરોનો ઉપયોગ વધારવા માટે 100 દિવસની કૃતિ યોજના રજૂ કરી છે, જેના હેઠળ 413 જિલ્લામાં નેનો ડીએપી (લિક્વિડ)નાં 1270 પ્રદર્શન અને 100 જિલ્લામાં નેનો યુરિયા પ્લસ (લિક્વિડ)નાં 200 ટ્રાયલ હાથ ધરવામાં આવ્યાં હતાં. આ ટ્રાયલ રાજ્યની કૃષિ વિદ્યાપીઠ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને અન્ય સંશોધન સંસ્થાઓની મદદ લેવાશે અને ભારત સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવશે.નેનો ફર્ટિલાઈઝરો સહકારી સોસાયટીઓ અને અન્ય સેલ્સ આઉટલેટ્સને ઈફ્ફકો દ્વારા ઉપલબ્ધ કરાશે. ખેડૂતોને નેનો ફર્ટિલાઈઝરોના લાભો વિશે માહિતગાર કરવામાં આવશે. IFFCO દ્વારા નેનો ફર્ટિલાઈઝરોના છંટકાવ માટે ખેડૂતો માટે 2500 એગ્રિકલ્ચરલ ડ્રોન્સ પૂરા પાડવામાં આવી રહ્યા છે, જે માટે 300 નમો ડ્રોન દીદી અને ડ્રોન એન્ટરપ્રેન્યોર્સ તૈયાર કરાયા છે. ઉપરાંત સ્પ્રેયર્સના અન્ય પ્રકાર પણ ઉપલબ્ધ કરાયાં છે, જેના થકી ખેડૂતો તેમનાં ખેતરોમાં આસાનીથી નેનો ફર્ટિલાઈઝર્સનો છંટકાવ કરી શકશે. ખેડૂતોનાં ખેતરોમાં છંટકાવ કરવા માટે ડ્રોન દ્વારા 245 લાખ એકર જગ્યામાં છંટકાવકરવા 15 સંસ્થાઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. એકર દીઠ રૂ. 100નું પ્રોત્સાહન દરેક છંટકાવ પર પૂરું પાડવામાં આવશે.
ઓગસ્ટ 2021થી 26 જૂન, 2024 સુધી IFFCO દ્વારા ઉત્પાદિત કુલ 7.55 કરોડ નેનો યુરિયા અને 0.69 કરોડ નેનો ડીએપી બોટલોનો ખેડૂતો દ્વારા ઉપયોગ કરાયો છે. ખેડૂતોને મહત્તમ લાભો પૂરા પાડવા માટે IFFCO દ્વારા વર્ષ 2024-25માં 4 કરોડ નેનો યુરિયા પ્લસ અને 2 કરોડ નેનો ડીએપી બોટલો ઉત્પાદન કરવાનું લક્ષ્ય રખાયું છે. આ કડીમાં એપ્રિલ 2024થી ઈફ્ફકોએ ખેડૂતોને નેનો યુરિયા પ્લસ (લિક્વિડ) 20% w/v Nની ઉચ્ચ એકાગ્રતા ઉપલબ્ધ કરી આપી છે, જે ગુણવત્તાયુક્ત પાકની ઉત્પાદકતા અને પર્યાવરણીય રક્ષણ વધારવામાં મદદરૂપ થશે.
આ અભિયાન હેઠળ IFFCOએ દેશના સર્વ જિલ્લાઓમાં સહકારી સોસાયટીઓના સચિવોને તાલીમ, પ્રસિદ્ધિ, ખેતરોમાં પરીક્ષણનું નિયોજન પણ કર્યું છે. ખાતર મંત્રાલય પણ યોજનાન અમલ કરવા સહયોગ કરશે, જેથી ખેતરોમાં રાસાયણિક ખાતરોને બદલે નેનો ફર્ટિલાઈઝરોના ઉપયોગને પ્રોત્સાહન મળી શકે. આ મહાઅભિયાન હેઠળ 6 કરોડ નેનો ફર્ટિલાઈઝરોની બોટલો પૂરી પાડવાની યોજના છે, જે ઈફ્ફકોની સહકારી સોસાયટીઓ અને અન્ય સહકારી સોસાયટીઓના 36,000 સભ્ય થકી વિતરણ કરાશે.
નેનો ફર્ટિલાઈઝરોની ઉપલબ્ધતા દરેક પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર (પીએમકેએસકે) ખાતે કરવામાં આવે તેની ખાતરી પણ રખાશે. ઈફ્ફકો ઈન્ડિયન પોટાશ લિમિટેડ (આઈપીએલ), ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર (એફએસીટી), બ્રહ્મપુત્રા વેલી ફર્ટિલાઈઝર કોર્પોરેશન લિમિટેડ (બીવીએફસીએલ), રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ (આરસીએફ), નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ (એનએફએલ) વગેરે સાથે માર્કેટિંગ કરાર કરીને ખેડૂતોને નેનો ફર્ટિલાઈઝરો પૂરા પાડશે.
ઓગસ્ટ 2021માં ઈફ્ફકો દ્વારા નેનોટેકનોલોજી પર આધારિત દુનિયાનું પ્રથમ ઘરેલુ નેનો યુરિયા વ્યાવસાયિક રીતે ઉત્પાદન કરાયું હતું, જેથી દુનિયાને પારંપરિક યુરિયાનો ઉત્તમ વિકલ્પ મળી શકે. માર્ચ 023માં ઈફ્ફકો દ્વારા ડીએપી ફર્ટિલાઈઝરોનો ઉપયોગ ઓછો કરવા ખેડૂતોને નેનો ડીએપી (લિક્વિડ) પણ ઉપલબ્ધ કરી આપ્યું હતું. દુનિયાભરમાં પર્યાવરણીય અસંતુલનની ગંભીર સમસ્યાને જોતાં નેનો ફર્ટિલાઈઝરો દ્વારા ખેતવાડી કરીને પારંપરિક રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવાની જરૂર છે. આને કારણે દેશ પર્યાવરણ રક્ષણ સાથે આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ભારતવૂ સંકલ્પના સાકાર કરીને આર્થિક અને વૈશ્વિક સ્તરે મજબૂત બની શકશે. યુરિયાના વધુ પડતા ઉપયોગથી પેદા થતી હાનિ વિશે વાત કરીએ તો યુરિયાનો કાર્યક્ષમ રીતે ઉપયોગ 30 ટકાથી પણ ઓછો થાય છે, જ્યારે ગેસ (NOx)ના સ્વરૂપમાં માત્રા 70 ટકાથી વધુ છે, જે નાઈટ્રેટ (NO3)ના સ્વરૂપમાં પર્યાવરણને હાનિ, જળ પ્રદૂષણ પેદા કરે છે અને એમોનિયા (NH4+, NO3)ના સ્વરૂપમાં માટીના સ્વાસ્થ્યને હાનિ પેદા કરે છે. પારંપરિક યુરિયા જંતુઓ અને રોગો, પાક ખરવો અને માઠી સ્થિતિ સહન કરવાની પાકની અસક્ષમતાની ઉચ્ચ ઘટનામાં ભૂમિકા ભજવે છે. નેનો ફર્ટિલાઈઝરોના લાભો અનેક છે, જેમ કે, માટીનું સ્વાસ્થ્ય સુધરે છે, પાણી અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો, પાકનું ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો, પારંપરિક ખાતરોના ઉપયોગમાં ઘટાડો, જંતુ અને રોગોની ઘટનામાં ઘટાડો, પરિવહન અને સંગ્રહમાં આસાની અને પર્યાવરણીય અનુકૂળતા મુથ્ય લાભોમાંથી અમુક છે.