અમદાવાદ: ‘નમસ્તે બિહાર’ ફિલ્મમાં બિહારમાં ઉછરેલા એક નિડર અને બહાદુર નવયુવાન ડબ્લૂની વાર્તા છે. ‘નમસ્તે બિહાર’ ફિલ્મ નજીકના સમયમાં સિનેમાધરોમાં રિલીઝ થશે. ઓમકાર ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન, મુંબઈના ડૉ. પવન અગ્રવાલ દ્વારા ફિલ્મને પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના નિર્માતા રાજન કુમાર દ્વારા કન્સેપ્ટ કરવામાં આવ્યું છે તેમજ લક્ષ્મણ સિન્હા દ્વારા દિગ્દર્શન કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં ડબ્લૂનો રોલ રાજન કુમારે અદા કર્યો છે. ડબ્લૂ અતિ પ્રતિભાશાળી નવયુવાન છે. કેટલાક દબંગ પ્રકારના લોકો તેને ગુમરાહ કરીને ક્રાઈમની દુનિયામાં લઈ જાય છે. પરંતુ તેના પોતાના પણ સિધ્ધાંતો અને આદર્શ છે. તે ગુંડાગીર્દી કરે છે પણ તેનો પોતાની એક આગવી રીત પણ છે, તેની સમાજમાં લોકો ઈજ્જત પણ કરે છે.
બિહારની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રાજકુમાર હવે હિંદી ફિલ્મ લઈને આવ્યા છે, જેનું નામ ‘નમસ્તે બિહાર’ છે. ‘નમસ્તે બિહાર’ ફિલ્મના મુખ્ય કલાકાર રાજનકુમાર મુંગેરના રહેવાસી છે. તેઓના દાદાજી અયોધ્યા પ્રસાદ સિંહ સ્વંતંત્રતા સેનાની હતા. તેઓને દેશભક્તિની ભાવના વારસામાં મળી છે. તેઓએ મુંબઈમાં એક્ટીંગની ટ્રેનિંગ લીધી છે તેમજ મુંબઈ માંથી જ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓની પ્રથમ હિંદી ફિલ્મ ‘શહર મસીહા નહીં’ હતી. તેઓને ચાર્લી ચૈપલિન – ૨ ખિતાબ પણ મળ્યા છે. અત્યાર સુધીમાં તેઓના ૪૧૩૦ લાઈવ શો ચાર્લી ચૈપલિન નામથી થયા છે. વર્ષ – ૨૦૦૪માં લિમ્કા બુક ઑફ રેકોર્ડ અને વર્ષ – ૨૦૦૫માં ગિનીઝ બુક ઑફ રેકોર્ડમાં ચાર્લી ચૈપલિન – ૨ના નામે તેઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફિલ્મમાં રેશમી સિન્હા નામની છોકરીનો રોલ કલિતાએ નિભાવ્યો છે. તેમણે સાચા ક્રાઈમ રીપોર્ટરનો રોલ અદા કર્યો છે.
ફિલ્મમાં વર્તમાન સમયના સળગતા મુદ્દાઓ સામે વાજ ઉઠાવવામાં આવ્યો છે. શાળાઓમાં મધ્યાહ્નન ભોજના યોજનામાં થઈ રહેલા ભ્રષ્ટ્રાચારને પણ ઉજાગર કરવામાં આવ્યો છે. ડબ્લૂ બિહારની અસ્મિતા માટે કોઈપણ પ્રકારના ખતરાનો સામનો કરવા હંમેશાં તૈયાર રહે છે.
નાલંદા, રાજગીર, મુંગેર, જમાલપુર (બારિચક ગામ) અને પટના સહિત બિહાર ના કેટલાક સ્થાન પર ફિલ્મનું શૂટીંગ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માણમાં ટેકનિકલ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ૪ કેમેરાની સાથે શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મના માધ્યમથી બિહારના ટુરિઝમનો વિકાસ થાય તે માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે. ફિલ્મમાં ૬ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એક બિહાર ગીત સહિત બે રોમેન્ટિક, એક સેડ સોંગ અને એક આઈટમ સોંગનો સમાવેશ થાય છે. ગુજરાત સ્થિત રાજકોટના અનિલ વાઘેલાએ ‘નમસ્તે બિહાર’ ફિલ્મના ડાયરેક્ટર ઑફ ફોટોગ્રાફી તરીકે યશસ્વી કામગીરી કરી છે. રાજન કુમાર અદના અને શ્રેષ્ઠ અભિનેતા છે. તેઓ બોલિવૂડ સિનેમામાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ ધરાવતા કલાકાર છે.