સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ ગુજરાતમાં દાંડી ખાતે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. નમક સત્યાગ્રહનું મેમોરિયલ રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ મોદીએ આના સંદર્ભમાં તમામ બાબતોની વાત કરી તી. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, દેશમાં નકારાત્મક વિચારવાળો એક વર્ગ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમયથી છે. મોદીએ કહ્યું હતું કે, ગાંધીના નમક સત્યાગ્રહને પણ કેટલાક લોકો એ વખતે માનતા ન હતા પરંતુ આ નમક સત્યાગ્રહના કારણે જ અંગ્રેજા દેશ છોડીને જતા રહ્યા હતા. મોદીએ દાવો કર્યો હતો કે, ગાંધીજીના વિચારોને અમર કરતુ સ્મારક આવનાર દિવસોમાં એક તીર્થક્ષેત્ર તરીકે સાબિત થશે અને લોકોને રોજગારી આપવા માટેનું નવું પ્રવાસન સ્થળ બનશે. તેમણે કહ્યું હતું કે, દાંડી મીઠાના સત્યાગ્રહના કારણે દેશ અને દુનિયાના લોકોની ભારત તરફની વિચારસરણી બદલાઈ હતી. પશ્ચિમના લોકોને પણ ગાંધીની વાત ગમી ગઈ હતી.
દુનિયાએ નોંધ લેતા ગાંધીજીનો ફોટો ૧૯૩૦માં ટાઈમ મેગેઝિને કવર પર પ્રકાશિત કર્યો હતો અને પર્સન ઓફ દ યર બન્યા હતા. માત્રા વિરોધથી આંદોલન શક્ય ન બન્યું હોત પરંતુ યાત્રાના કારણે લોકોમાં એકતા વધી હતી. દાંડી સાથે અન્યાય વર્ષો સુધી થયો હતો પરંતુ ગાંદીજીએ મીઠાને મહત્વપૂર્ણ બનાવીને એક લડા છેડી દીધી હતી.
ગાંધીજીના સ્વચ્છતાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ એક વખતે કહ્યું હતું કે, સ્વચ્છતા અને સ્વતંત્રતા બંનેમાંથી તેમને કોઇ એક ચીજ આપવાનું કહે તેઓ સ્વચ્છતાને પસંદ કરશે. ગાંધીજીના મૂલ્યો સાથે સ્વચ્છ ભારત અને શૌચાલયોની વાતો કરી મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. ગાંધીજીની વાતો કરનાર તેમના મૂલ્યોને ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં મેમોરિયલ મહાત્મા ગાંધીની પ્રતિમા ધરાવે છે. ૮૦ સત્યાગ્રહિયોના માર્ચ કરતી પ્રતિમા છે જે ઐતિહાસિક દાંડી માર્ચને દર્શાવે છે. મેમોરિયલમાં વિવિધ બાબતોનો ઉલ્લેખ છે.