અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે ઠંડીનુંમોજુ જાવા મળી રહ્યું છે. આજે પણ સવારના ગાળામાં ઠંડીનો ચમકારો રહ્યો હતો. આજેસૌથી વધારે ઠંડીનો અનુભવ વલસાડ અને નલિયામાં થયો હતો જ્યારે અમદાવાદમાં પારો ૧૪.૧ડિગ્રી રહ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આગામીદિવસોમાં પારો હજુ પણ ગગડી શકે છે. આજે સૌથી વધારે ઠંડીનો અનુભવ વલસાડમાં થયો હતોજ્યાં લઘુત્તમ તાપમાન ૧૨.૧ નોંધાયું હતું.
જ્યારે નલિયામાં પારો ૧૨.૪ ડિગ્રી રહ્યોહતો. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીયપૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ રહેશે. હાલમાં મિશ્ર સિઝનહોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાંતબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસોસાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણઠંડી નોંધાઇ હતી. જા કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવકરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષકરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
હવામાન વિભાગના કહેવા મુજબઆગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે નહીં. જા કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો.હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણવ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યાછે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વ†ોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકોગરમ વ†ોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલીસવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાંપણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફારની સ્થિતિ રહેશે નહીં. બીજી બાજુ મેદાની ભાગોમાં તાપમાનમાં ફેરફાર થઇ શકેછે. રાજસ્થાનના માઉન્ટ આબુ અને અન્ય વિસ્તારોમાં કાતિલ ઠંડીની શરૂઆત થઇ ચુકી છે.તેની અસર પણ દેખાઈ રહી છે.