દારુકવનમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ-દેવભૂમિ કૃષ્ણભૂમિ,પશ્ચિમની પીઠ અને પુરીઓમાંની પૌરાણિક નગરી-દ્વારિકાથી કથાનો બારમો પડાવ બાપુએ કહ્યું કે જ્યારે પણ પૂજા અભિષેક કરું છું એક જ વાત કહી છે:સમગ્ર દુનિયાને યાદ કરીને અભિષેક કરું છું.દરેક જ્યોતિર્લિંગનો પોતાનો મહિમા,પોત-પોતાનો પ્રકાશ હોય છે.કોણ વધારે કોણ ઓછું એ કહેવું અપરાધ છે.આપણી ભૂમિ સાથે બે જ્યોતિર્લિંગ:એક નાગેશ્વર બીજા સોમનાથ જોડાયેલા છે. નાગેશ્વર સૂર્ય છે સોમનાથ ચંદ્ર છે. બંનેની વચ્ચે બેઠેલા દ્વારિકાધીશ જેની ધ્વજામાં સૂર્ય અને ચંદ્ર બંને છે.જ્યારે પણ દ્વારકા આવું નાગેશ્વર આવું જ છું.અહીં નવ દિવસની કથા પણ કરેલી છે કથા શાંતિ સ્થાપિત કરે છે. કોઈપણ પવિત્રસ્થાન સાથે પાંચ કથા જોડાયેલી છે.આ નાગેશ્વરની પૂજા સ્વયં ભગવાન યોગેશ્વર કૃષ્ણએ કરી હતી એવું પૂજારીજી પણ કહે છે.એક પૌરાણિક કથાધારા, બીજી લોક કથાઓની ધારા,ત્રીજી ઐતિહાસિક કથાઓસચોથી પૂર્વજોની અનુભવ કથા અને પાંચમી ભજનાનંદી સાધુના અંતઃકરણની ધારા.ક્યારેય સૌંદર્ય શોધવા ન નીકળતા,સૌંદર્ય પ્રગટ કરવું પડે છે. અંદરનું સૌંદર્ય જ્યોતિર્લિંગના પ્રકાશથી પ્રગટ થાય છે.શિવ ખૂબ જ સુંદર છે.અહીંની એક કથા લોકકથા બિલકુલ નિર્દોષ એક માલધારીનો બાળક,સાવ કોરી પાર્ટી લઈ અને શુદ્ધતમ ચિત્ત સાથે મહાદેવની જ્યોતિ સામે બેસી ગયો અને પરમ તત્વ શિવનું રૂપ પ્રગટ થયું.ડમરૂ,ત્રિશુલ વાઘનું ચામડું માણસ જેમ વધારે ચિત્ત શુદ્ધ એમ વધારે પ્રાપ્ત કરે છે.શિવે પૂછ્યું શું જોઈએ છે? એકદમ ગ્રામ્ય અને અતિશય છેવાડાનો માણસ જિજ્ઞાસા શબ્દ તો હું કહું છું એને તો એટલું જ કહ્યું કે પૂછવું છે કે અભિષેક કઈ રીતે કરું? મારી પાસે ગંગાજળ નથી,પંચામૃત નથી,દૂધ દહીં,ઘી,મધ સાકર કઈ નથી.ત્યારે શિવ કહે છે કે જેનું ચિત્ત શુદ્ધ છે એ મારા માટે સાધુ છે. શિવ લોકનાથ છે.લોકો માટે,લોકોથી અને લોકો દ્વારા બાય ધ પીપલ,ફોર ધ પીપલ,ઓફ ધ પીપલ પરમાત્મા છે.શિવે કહ્યું કે જ્યારે સવારે અભિષેક કરવા આવે ત્યારે મને શીશ ઝુકાવે એ વખતે આંસુના બે બૂંદ પડી જાય એ મારો અભિષેક છે અને સાંજે કામ પરથી પાછો આવે સમાજ માટે, કાર્ય માટે શ્રમ કરીને પરસેવો પાડ્યો હોય એ પરસેવાના બે બૂંદ એ સાંજનો અભિષેક છે.બાપુએ કહ્યું કે બાહ્ય સુંદરતા માટે મેકઅપ અને આંતરિક સુંદરતા માટે વેકઅપ જરૂરી છે.આ ભૂમિ શિવના સાપોની ભૂમિની કથાથી જોડાયેલી છે અહીં ઝેરી વિષાક્ત જીવો કરડે તો પણ ઝેર ચડતું નથી સાપ ડંશ દેતા નથી અને દે તો એનું ઝેર ચડતું નથી એવી પણ એક કથા જોડાયેલી છે. આ કોઈક કરાવી રહ્યું છે.આવતીકાલે કથા પૂરી નહીં થાય માત્ર એક પડાવ છે,ફરી આગળ વધીશું. દૂધથી અભિષેક કરવો જ જોઈએ પણ પરમ ધર્મ એ પય એટલે કે દૂધ છે,એકબીજા સાથે સારો વ્યવહાર એ સાકર છે,મીઠી નજર મીઠી બોલી મીઠા વિચારો એ મધ છે. વ્યાસપીઠ ક્યારેય તમને ધોખો નહીં આપે પોતે છેતરાઈ જશે ખતમ થઇ જાશે પણ ધોખો નહીં આપે બાપુએ કહ્યું કે જ્યારે પાર્વતી શિવ સાથે વિવાહ કરવા માંગે છે ત્યારે રામચરિત માનસની એક પંક્તિ શિવ ઉપર આઠ આક્ષેપો થયા છે. એ કહે છે કે શિવ નિર્ગુણ છે,નીર્લજ છે, કુબેશ,કપાલી,અકુળ, અગેહ-જેને કોઈ ઘર નથી એવા, દિગંબર અને વ્યાલિ એટલે કે નાગના દેવ છે. એ જ શિવ જ્યારે શંકરમાંથી હનુમાન થાય છે ત્યારે નિર્ગુણમાંથી સકલ ગુણનિધાન, ગુણના સાગર બને છે.
કથા પ્રવાહમાં નામકરણ સંસ્કરણની વાત કરવામાં આવી.
કથાયાત્રા ગુજરાત-સૌરાષ્ટ્રનાં પુરાણ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવનાં આંગણે ચોપાટી ગ્રાઉન્ડ પર સવારે ૧૦થી૧:૩૦ આ દિવ્ય કથાયાત્રાનો અંતિમ પડાવ છે.
કથાવિશેષ:
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું પૌરાણિક-આધ્યાત્મિક-ઐતિહાસિક માહાત્મ્ય:
મંદિર સાથે સંકળાયેલી દંતકથા શિવપુરાણ અને સ્કંદપુરાણ જેવા પ્રાચીન ભારતીય ગ્રંથોમાંથી આવે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્ર(સોમ)ના લગ્ન દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ સાથે થયા હતા,પરંતુ તે તેમાંથી માત્ર એક જ રોહિણીને પ્રેમ કરતા હતા.આ પક્ષપાતથી ગુસ્સે થઈને દક્ષે ચંદ્રને પોતાનું તેજ ગુમાવવાનો શ્રાપ આપ્યો.આ શ્રાપથી પીડાતા,ચંદ્ર પ્રભાસ પાસે આવ્યા અને ભગવાન શિવની પૂજા કરી, જેમણે તેમને આશીર્વાદ આપ્યા અને તેમને શ્રાપમાંથી આંશિક રીતે મુક્ત કર્યા,જેના કારણે ચંદ્રનું તેજઅને શરીર ક્ષીણ થયું.આ દૈવી હસ્તક્ષેપને માન આપવા માટે, ચંદ્રે ભગવાન શિવ માટે એક સુવર્ણ મંદિર બનાવ્યું, તેને “સોમનાથ મંદિર” – “સોમના ભગવાન” તરીકે ઓળખાયું
ઇતિહાસ:
સોમનાથ મંદિરે વિવિધ આક્રમણોને કારણે શ્રેણીબદ્ધ વિનાશ અને પુનઃનિર્માણનો સામનો કરવો પડ્યો છે, જેનો પ્રારંભિક રેકોર્ડ સિંધના આરબ ગવર્નર (૭૨૨-૭૩૦ઇ.સ.) અલ-જુનેદના ખાતામાંથી મળે છે.૧૦૨૬માં ગઝનીના મહેમુદ દ્વારા,૧૨૯૯માં ખિલજીની સેના દ્વારા અને અંતે ૧૭૦૬માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા મંદિરનો ફરીથી નાશ કરવામાં આવ્યો હતો.
૧૯૪૭માં ભારતની આઝાદી પછી વલ્લભભાઈ પટેલ દ્વારા હાથ ધરવામાં આવેલી “સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર” તરીકે ઓળખાતી અંતિમ પુનઃનિર્માણની પહેલ સાથે દર વખતે મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. જીર્ણોદ્ધાર કરાયેલ મંદિર ૧લી ડિસેમ્બર ૧૯૯૫ના રોજ પૂર્ણ થયું હતું અને આજે પણ તે માળખું છે.
તેના તોફાની ઇતિહાસ હોવા છતાં, સોમનાથ મંદિર એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન તરીકે ચાલુ રહે છે અને ભારતની લવચીકતા અને આધ્યાત્મિકતા પ્રત્યેની ભક્તિનું પ્રમાણપત્ર છે.