અમદાવાદ: ગુજરાતના કુશળડાન્સર્સને તેમના હુનરનેમંચ આપી પોતાના દર્શકોને વધુ મનોરંજન પૂરું પાડવા માટે કલર્સ ગુજરાતી લાવી રહ્યું છે એક અનોખો ગુજરાતી ડાન્સ રિયાલિટી શો- “નાચ મારી સાથે”. આ કાર્યક્રમમાં જજની ભૂમિકા ભજવશે જાણીતા અને માનીતા કલાકાર. જેમાં ટેલિવિઝન પર પ્રથમવાર હિતુ કનોડિયા, વ્યોમાનાન્દીઅને કુશળ કોરિયોગ્રાફર નિરજ બવળેચાનો સમાવેશ થાય છે. આ શોના એન્કરિંગની ભૂમિકામાં જોવા મળશે રેવંત સારાભાઈ અને રિધ્ધી દવે, ગુજરાતના દર્શકોને ખ્યાલમાં રાખીને આ શોના એપિસોડ્સને ગુજરાતની ભાથીગળ સંસ્કૃતિ અને નૃત્ય સ્વરુપોની થીમ આધારિત ઘડવામાં આવ્યા છે.
આ બાબતે બોલતા વાયકોમ મોશન પીકચર્સ, મરાઠી, તેમજ કલર્સ મરાઠી અને કલર્સ ગુજરાતીના બીઝનેસ હેડ નિખીલ સાનેએ જણાવ્યું કે, “કલર્સ ગુજરાતીમાં અમે દર્શકો જેની સાથે તાદાત્મ્ય કેળવી શકે તેવું મનારંજન પીરસીએ છીએ. ગુજરાતીઓ નૃત્ય અને તેના વિવિધ પ્રકારો પ્રત્યે પ્રાકૃતિક રીતે જ ખેંચાણ ધરાવે છે. નૃત્યકળા પ્રત્યેનો તેમનો પ્રેમ તેમની ભાથીગઢ સંસ્કૃતિ ગુજરાતીઓના વારસામાં જોવા મળે છે. આજ કારણે “નાચ મારી સાથે”દ્વારા અમે યુવા પ્રતિભાઓને તેમના ડાન્સ પ્રત્યેના પ્રેમ-ઝનુનને દર્શાવવાની, જીવનમાં ક્યારેક જ મળતી તક અને એક ખાસ મંચ પુરુ પાડી રહ્યા છીએ.
હિતુ કનોડિયા, વ્યોમા નાન્દી અને નિરવ બવળેચાનેઆ શોના જજ તરીકે લાવીઆ શો માં ઉમંગ-ઉત્સાહ ખુબ વધી ગયા છે. આ પ્રકારના પ્રયાસોને લઈને અમે અહીં મનોરંજનના ક્ષેત્રે બદવાવ લાવવાનીઆશા રાખીએ છીએ.
ફીલ્મોમાં પોતાના વૈવિધ્યસભર પાત્રો અને તાજેતરમાં જ રાજકારણ ક્ષેત્રે પોતાના કાર્યો દ્વારા લોકોના દીલ જીતી લેનાર હિતુ કનોડિયા“નાચ મારી સાથે” કાર્યક્રમ દ્વારા ટેવિવિઝન પર જજ તરીકે પ્રથમવાર આવી રહ્યા છે. એના વિષે બોલતા તેમણે જણાવ્યું કે, “હું હંમેશા કૈક નવું કરી મારા દર્શકોને વધુ મનોરંજન પૂરું પાડવા માંગતોહતો. અને ટેલિવિઝનરિયાલિટી શોમાં જજ બનવુએ મારા માટે એક અનોખી વાત છે અને આના માટે હું ખુબઉત્સાહિત છું. હું માનુ છું કે ગુજરાતનો આ પ્રકારનો પોતાનો ડાન્સ શો હોવો જોઈએકે જ્યાં યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળતી હોય એ ખુબ મહત્વનું છે અને મને તેનો ભાગ હોવાનો ગર્વ છે.”
વ્યોમા નાન્દીએ ઉમેર્યું હતું કે, “મને ડાન્સ ખુબજ પસંદ છે. ઓડીશન દરમ્યાન અમે જે પ્રકારના પર્ફોર્મન્સ જોયા તે પરથી હું કહી શકુ છું કે દર્શકોને તો મઝા પડશે. અમારી ટીમ ખુબ પ્રભાવશાળી છે અને હું બસ આ શોના શરુ થવાની આતુરતાથીરાહ જોઈ રહી છું.”
ડાન્સર તેમજ કોરિયોગ્રાફર નિરજ બવળેચાએ આજ પ્રકારના ભાવ રજુ કરતા જણાવ્યું કે, “નૃત્યએ મારુ પેશન છે અને મને ખબર છે કે શો માટે danceનું હુનર ધરાવતા લોકોને શોધવામાં અમે જરૂર સફળ થઈશું. હું ક્યારેક એક પ્રતિસ્પર્ધી પણ રહી ચૂક્યો છું અને મને ખ્યાલ છે કે ત્યાં પહોંચવા માટે કેટલી મહેનતની જરુર પડે છે. હું દરેક પ્રતિસ્પર્ધીઓને નેચરલ અને શ્રેષ્ઠ નૃત્ય કરવાની સલાહ આપવા માગું છું”
આ શો માટેગુજરાતનાશહેરોમાંથી પસંદ કરાયેલા ૧૫ થી ૩૫ વર્ષના પ્રતિસ્પર્ધીઓંના ઓડિશન્સ લેવામાં આવ્યા હતા. આ શોના ખાસ ફોર્મેટ અનુસાર ૪ મેન્ટર્સ (ગુરુ) ગુજરાતના જુદા-જુદા શહેરો માંથી આવેલા પોતપોતાના ૬ પ્રતિસ્પર્ધીની ટીમને તાલીમ આપી તેઓને એકમેકની ટીમ સામે ડાન્સની જંગ માટે તૈયાર કરશે. જેમાંથી શ્રેષ્ઠ ડાન્સરને “નાચ મારી સાથે”ના કુશળ ડાન્સર હોવાનું ગર્વ પ્રાપ્તથશે.