માઇકોપ્લેજ્મા જેનિટેલિયમ ઘાતક છે

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

બિનસુરિક્ષત સેક્સ સંબંધના કારણે એચઆઇવી ઉપરાંત અન્ય કેટલીક ગંભીર પ્રકારની બિમારીઓ પણ થઇ શકે છે. હાલના દિવસોમાં માઇકોપ્લેજમા જેનિટેલિયમ (એમજી) નામની બિમારી દુનિયાભરના આરોગ્ય નિષ્ણાંતો માટે ચિંતાજનક બની રહી છે. આની સારવાર ખુબ જ જટિલ અને મુશ્કેલરૂપ બનેલી છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે એચઆઇવીની જેમ જ આ બિમારી પણ રોકેટ ગતિથી વિશ્વના દેશોમાં ફેલાઇ રહી છે. શંકા એવી પણ છે કે આ સુપરબગ સાબિત થઇ શકે છે.

એક રિપોર્ટની વાત કરવામાં આવે તો બ્રિટીશ એસોસિએશન ઓફ સેક્યુઅલ હેલ્થ એન્ડ એચઆઇવી  દ્વારા સ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં લઇને બિમારીના સંબંધમાં એડવાઇઝરી પણ જારી કરી દીધી છે. નિષ્ણાંતોના કહેવા મુજબ માઇકોપ્લેજમા જેનિટેલિયમ બિમારીના કોઇ શરૂઆતી લક્ષણ હોતા નથી. પરંતુ કેટલાક નિષ્ણાંતો દાવો કરે છે કે આ બિમારીના કારણે મહિલા અને પુરૂષોના જનનાંગો પર ઇન્ફેક્શન થઇ જાય છે. આ એટલા ખતરનાક છે કે તેના કારણે મહિલાઓ માતા બનવાની તક ગુમાવી દે છે. તેના શરૂઆતી લક્ષણ સરળતાથી સમજી શકાતા નથી. જેથી સારવારમાં પણ તકલીફ થાય છે.

જો સારવાર યોગ્ય રીતે કરવામાં ન આવે તો તેના પર એન્ટી બાયોટિકની અસર પણ દેખાતી નથી.એમજી શુ છે તે અંગે સામાન્ય પ્રશ્નો કરે છે ત્યારે નિષ્ણાંત તબીબો કહે છે કે એમજી એક જીવાણુ તરીકે છે. જેના કારણે પુરૂષો અને મહિલાઓને યુરિનના રસ્તે સોજા થઇ શકે છે. જેના કારણે દુખાવો રહે છે. રક્તસ્ત્રાવ જોવા મળે છે. તાવની અસર રહે છે. એચઆઇવીની જેમ જ બિનસુરક્ષિત સેક્સ સંબંધને આ બિમારીના મુખ્ય લક્ષણ તરીકે જાવામાં આવે છે. જાણકાર લોકો કહે છે કે કોન્ડોમના ઉપયોગથી આ ઇન્ફેક્સનને રોકવામાં મદદ મળી શકે છે. આ બિમારીના સંબંધમાં પ્રથમ વખત માહિતી બ્રિટનમાં ૧૯૮૦માં સપાટી પર આવી હતી.

એ વખતે માત્ર એકથી બે ટકા લોકો જ આ ઇન્ફેક્શનથી પ્રભાવિત થયા હતા. એમજીની તપાસ માટે હાલમાં કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો કે આટેસ્ટ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. આની સારવાર દવા અને એન્ટીબાયોટિકથી શક્ય છે. આ બિમારીની સારવાર માટે એન્ટીબાયોટિક્સ સૌથી ઉપયોગી ગણવામાં આવે છે. જો કે જાવામાં આવ્યુ છે કે તેની સારવારમાં આવનાર એન્ટીબાયોટિક્સ મેક્રોલિડ્‌સની અસર હવે દુનિયામાં ઓછી થઇ છે. બ્રિટનના લોકોમાં તેના અસરમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. જે ચિંતાજનક બાબત રજૂ કરે છે. જો કે હાલમાં એક બીજી એન્ટીબાયોટિક્સ  એજિથ્રોમાઇસિન ખુબ જ મદદકાર સાબિત થઇ રહી છે. બિમારીના સંબંધમાં  લોકો પાસે ખુબ ઓછી માહિતી હોવાના કારણે જટિલ સ્થિતી સર્જાઇ રહી છે. એમજી તરીકે રહેલી રહેલી બિમારી સેક્સ સંબંધોના કારણે થાય છે. અન્ય કારણ પણ છે પરંતુ સૌથી મુખ્ય કારણ તો બિનસુરક્ષિત સેક્સ સંબંધ છે.આ ઇન્ફેક્શનના કારણે કેટલાક લક્ષણ રહેલા છે. પુરૂષોની વાત કરવામાં આવે તો યુરિન વેળા  દુખાવો રહે છે. સાથે સાથખે પિડા વદારે હોવાથી તાવની અસર થાય છે. જ્યારે મહિલાઓમાં સેક્સ બાદ બ્લિડિગની સમસ્યા જાવા મળે છે. ઇન્ટરનેટ મારફતે એક બાજુ તમામ પ્રકારની માહિતી મળવા લાગી ગઈ છે પરંતુ સાથે સાથે તેના મારફતે ઘણી કુટેવ પણ લોકોમાં ફેલાઈ ગઈ છે.

યુવા પેઢી ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ પોર્ન સામગ્રીથી ખૂબ જ પ્રભાવિત છે. યુવા પેઢી આના સંકંજામાં આવી ગઈ છે જેથી કુદરતી સેક્સ સંબંધોના બદલે સેક્સના વિકૃત સ્વરૂપને પસંદ કરી રહ્યા છે. આ સંબંધમાં જ્યારે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે બ્રિટનમાં રહેનાર એક ૧૯ વર્ષીય યુવતીએ કહ્યું હતું કે ઇન્ટરનેટ ઉપર ચાલી રહેલી પોર્ન સાઈટોના પ્રભાવ ખૂબ જ ખતરનાક છે. તેના કહેવા મુજબ સેક્સની શરૂઆતથી જ પુરુષોના દિમાગમાં પોર્ન સાઈટોના દૃશ્ય અથવા તો સીન ઊભરવા લાગી જાય છે.  આ લોકો સેક્સ વીડિયો અંગે વિચારતા થી જાય છે. આ યુવતીએ એમ પણ કહ્યું હતું કે પુરુષોમાં આ પ્રકારની ટેવ હવે મોટાભાગે સામાન્ય બની ગઈ છે. વિકૃત સેક્સને લઈને સર્વેમાં મોટાભાગના લોકોએ પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટપણે આપી છે. કેટલાક લોકોનું કહેવું છે કે પ્રેમીને સેક્સવેળા નારાજ કરવાની બાબત કોઈપણ ચલાવી લે તેમ નથી. પોર્ન સાઈટોના સીન મોટાભાગે યુવાપેઢીના દિલોદિમાંગ ઉપર છવાયેલા રહે છે. પોર્ન સાઈટોમાં મોટાભાગે ખૂબસુરત અને ફિટનેશ ધરાવતી યુવતીઓ હોય છે જેથી યુવા પેઢી પણ આ યુવતીઓને આ પ્રકારની પુરુષોથી પ્રભાવિત હોય છે. પોર્ન સાઈટોમાં મોટાભાગે કેમેરાની કરામત હોય છે. પરંતુ યુવા પેઢી આ બાબતથી વાકેફ હોતી નથી. જાણકાર લોકોનું કહેવું છે કે પોર્ન સાઈટ મારફતે સેક્સની રમત રમી શકાય છે પરંતુ આનંદની લાગણી લેવી અશક્ય છે. આ પ્રકારની વિકૃતિ પણ ઇન્ફેક્શન માટે જવાબદાર છે. આ પ્રકારની ટેવ એમજી તરફ દોરી શકે છે.

 

Share This Article