શ્યામ ધૂમ લાગી રે માટે ગુજરાતી બોલવાનું શીખવા વિશે લોકપ્રિય અભિનેત્રી નીલુ વાઘેલા કહે છે, મારો પતિ મારો સૌથી મોટો આધાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પડદા પર અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેઈનમેન્ટ લાવવાના વચન સાથે કલર્સ ગુજરાતી તેની નવી ઓફર શ્યામ ધૂન લાગી રેમાં સંસ્કૃતિ, પરંપરા અને પાવન વાર્તાકથનનું પૌરામિક સંમિશ્રણ પ્રસ્તુત કરી રહી છે. શ્યામ ધૂન લાગી રે ભગવાન શ્રીકૃષ્ણના નજરિયાથી નરસિંહ મહેતાના જીવનના હૃદયસ્પર્શી પ્રવાસ થકી લઈ જાય છે. ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ સાથે સુમેળ સાધતી ઘરમાં વૃદ્ધિ પામેલી કન્ટેન્ટ લાવીને કલર્સ ગુજરાતી પ્રાદેશિક ટેલિવિઝનની ક્ષિતિજમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે. ચેનલ ગુજરાતી મનોરંજનનું ધોરણ નવી ઊંચાઈએ લઈ જવા સાથે તેની અજોડ અને હૃદયસ્પર્શી વાર્તા સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરવા માટે પણ વચનબદ્ધ છે.

shyam dhun lagi re

શોના કલાકારોમાં પ્રતિભાશાળી અને લોકપ્રિય અભિનેત્રી નીલુ વાઘેલા નરસિંહ મહેતાની દાદી બની, શ્રી કૃષ્ણ તરીકે કૃષ્ણ ભારદ્વાજ, નરસિંહ મહેતા તરીકે પરેશ ભટ્ટ અને નરસિંહ મહેતાના પિતા તરીકે હિતુ કનોડિયાનો સમાવેશ થાય છે. શોમાં લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલ દ્વારા ગવાયેલાં ઓરિજિનલ ભજનો પણ છે, જેથી આ આધ્યાત્મિક ગાથામાં સંગીતની ખૂબીનો ઉમેરો થાય છે. નીલુ વાઘેલા શ્યામ ધૂન લાગી રે સાથે ગુજરાતી સિરિયલમાં પદાર્પણ કરી રહી છે. તે ગુજરાતી ભાષા શીખવા માટે સહાય કરવામાં અને તૈયારી કરવામાં પતિ દ્વારા ભજવવામાં આવેલા મહત્ત્વપૂર્ણ ભાગ વિશે જણાવે છે. અગાઉ તે ગુજરાતી સમજતી હતી, પરંતુ હવે પહેલી વાર બોલવાનું પણ શીખી ગઈ છે.

shyam dhun

ભૂમિકા માટે તૈયારી પર ભાર આપતાં નરસિંહ મહેતાની દાદીની ભૂમિકા ભજવતી નીલુ વાઘેલા કહે છે, હું શ્યામ ધૂન લાગી રે સાથે ગુજરાતી મનોરંજન અવકાશમાં મારું પદાર્પણ કરવા માટે ભારે રોમાંચિત છું. મારો પતિ મારો સૌથી મોટો આધાર છે. તેણે મારા ઉચ્ચારણમાં પકડ જમાવવામાં મને ધીરજપૂર્વક મદદ કરી છે. મારા સહકલાકારોએ પણ મારી કુશળતા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે, જેથી સેટ પર એક મોટો ગુજરાતી પરિવારનો હિસ્સો હોઉં તેવી લાગણી થાય છે. અમે શો ગુજરાતી દર્શકો સાથે ઉત્તમ સુમેળ સાધવાની ખાતરી રાખવા અમારા શ્રેષ્ઠતમ પ્રયાસ આપી રહ્યા છે, જેથી ગુજરાતી સંસ્કૃતિની અસલ ખૂબી અને જોશ તેમાં મઢી લેવાયાં છે.

તો શ્યામ ધૂન લાગી રે સાથે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેઈનમેન્ટ માણવા માટે તૈયાર રહો, 15મી જુલાઈથી સાંજે 7.30 વાગ્યાથી પ્રસારણ, જે પછી દરરોજ માણી શકાશે, ફક્ત કલર્સ ગુજરાતી પર.

TAGGED:
Share This Article