નવીદિલ્હી : મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિ બેઝનો આંકડો ઓક્ટોબરના અંત સુધી ૨૨.૨૩ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગયો છે. અગાઉના મહિનાની સરખામણીમાં તેમાં એક ટકાનોવધારો થયો છે. ઇન્ડસ્ટ્રી દ્વારા દર્શાવવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાંઆવી છે. આઈએલએન્ડએફએસ ડિફોલ્ટ જેવા હાલના માર્કેટ ઘટનાક્રમ છતાં બજારની સ્થિતિ સારી રહી છે. ઇન્ડસ્ટ્રીના એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયુએમ)ના આંકડા દર્શાવે છે કે, સપ્ટેમ્બરના અંત સુધી આંકડો ૨૨.૦૪ટ્રિલિયન રહ્યો હતો.
તમામ ફંડ હાઉસના કુલ સંપત્તિ બેઝનો આંકડો સાથે મળીને ગયા વર્ષે ઓક્ટોબર સુધી ૨૧.૪૧ ટ્રિલિયન રૂપિયા રહ્યો હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાના કારોબારી અધિકારી વેંકટેશના કહેવા મુજબ હાલના માર્કેટના ઘટનાક્રમ ખાસ કરીને ડેબ્ટ અને ઇક્વિટી સેગ્મેન્ટમાં ઉથલપાથલ વચ્ચે બજારમાં આશા અકબંધ રહી છે. તેમણેવધુમાં કહ્યું છે કે, હાલમાં મૂડી પ્રવાહ દર્શાવે છે કે,છેલ્લા મહિનામાં આશરે ૩૦ ટકા સુધી સ્થિતિમાં સુધારો થયો છે. એકંદરે ઇન્ડસ્ટ્રીમાં ગયા મહિને મૂડીરોકાણનોઆંકડો ૩૫૫.૨૯ અબજ રૂપિયાનો રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં ૨.૩ ટ્રિલિયન રૂપિયાપાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, બજારમાં અફડાતફડીનો દોર જાવા મળ્યો છે. કુલ મૂડી પ્રવાહના આંકડામાં ઇક્વિટીમાં ૧૪૮ અબજ રૂપિયા ઠાલવવામાં આવ્યા છે જ્યારે ઇન્કમ ફંડમાં ૩૭૬અબજ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આ તમામ પ્રકારના આંકડા દર્શાવે છે કે,જુદા જુદા વિરોધાભાષી પરિબળો હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિ બેઝનો આંકડો આંશિક રીતે ઓક્ટોબર મહિનામાં વધ્યો છે.