મુસ્લિમ-યાદવ સમીકરણ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં જાટ અને મુસ્લિમ વોટરોના સમીકરણની કસોટી થયા બાદ હવે આજે એટલે કે ૨૩મી એપ્રિલના દિવસે ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ અને યાદવ સમીકરણની ભૂમિકા નિર્ણાયક રહેનાર છે. આ ચરણને સમાજવાદી પાર્ટી માટે ઉપયોગી ગણવામાં આવે છે. કારણ કે ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશમાં જે દસ લોકસભા સીટ પર મતદાન થયુ છે તે પૈકી નવ સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારોના ભાવિ દાવ પર છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ૧૦ સીટ પૈકી ત્રણ સીટ મૈનપુરી, ફિરોજબાદ અને બદાયુમાં તેની સીટ રહી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સાત સીટો પર સપાટો બોલાવી દીધો હતો. જા કે એ વખતે મોદી લહેર સમગ્ર દેશમાં રહી હતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થયા બાદ નવા સમીકરણ રચાઇ રહ્યા છે.

ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશમાં પાંચ સીટો જેમ કે ફરોજબાદ,  એટા, બદાયુ અને સંભલમાં યાદવ વોટરનુ પ્રભુત્વ રહ્યુ છે. એટાને છોડી દેવામાં આવે તો સમાજવાદી પાર્ટીનુ પ્રભુત્વ દેખાઇ રહ્યુ છે. આ વખતે સમાજવાદી પાર્ટીને યાદવ અને મુસ્લિમ ઉપરાંત એસસી વોટરને પણ પોતાની તરફેણમાં કરવાની તક મળી છે. કારણ કે સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. સંભલમાં ૨૮ ટકા મુસ્લિમ વસ્તી છે. જ્યારે ૧૭ ટકા એસસી વસ્તી છે. જ્યારે ૨૧ ટકા વસ્તી યાદવની જાતા સપાને આશા છે કે તેની પાસે જીતની ફોર્મ્યુલા છે. આવી જ રીતે બદાયુમાં મુસ્લિમ અને યાદવના કુલ વોટરની ટકાવારી ૩૦ ટકાની આસપાસ છે. આ ઉપરાંત બાકીની પાંચ સીટો બરેલી, મુરાદાબાદ, રામપુર, આંવલા, તેમજ પીલીભીત ખાતે પણ મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો છે. આ તમામ સીટો પર ૨૫ ટકા કરતા વધારે મુસ્લિમ છે જેથી તેમની ભૂમિકા નિર્ણાયક રહી શકે છે.

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી મુખ્ય રીતે મુસ્લિમ અને યાદવ મતદારો પર આધાર રાખી રહી છે. ત્રીજા તબક્કામાં સમીકરણ સપાની સાથે દેખાઇ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ સમાજવાદી પાર્ટીના ગઢમાં કેટલા ગાબડા પાડે છે તે બાબત ઉપયોગી સાબિત થઇ શકે છે. ભારતીય જનતા પાર્ટી ગઠબંધનના ગઢમાં શાનદાર દેખાવ કરવા માટે આ વખતે તમામ તાકાત લગાવી દીધી છે. બન યાદવ, ઓબીસી, બિન જાટવ એસસી, અતિ પછાત જાતિ, અપર કાસ્ટને એક કરવાના પ્રયાસ કરવામાં આવી ચુક્યા છે. કોને કેટલી સફળતા મળે છે તે બાબત તો હવે ૨૩મી મેના દિવસે જ જાણી શકાશે. ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા પર પણ આધાર રાખે છે. બરેલીમાંથી ભાજપના સંતોષ ગંગવાર ૧૯૮૯થી સતત જીતી રહ્યા છે. તેઓ ૨૦૦૯માં કોંગ્રેસની સામે પ્રવીણ સિંહ સામે હારી ગયા હતા. પીલીભીતમાં ભારતીય જનતા પાર્ટી ચાર વખત જીતી ચુકી છે.

Share This Article