જ્ઞાનવાપી પરિસરને લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જો તમે તેને મસ્જિદ કહો તો મુશ્કેલ થઈ જશે. અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી એ જ જ્ઞાનવાપી પર મોટો ર્નિણય આવ્યો છે, જેમાં કોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં ASIના સરવેને લીલી ઝંડી આપી દીધી છે. બીજી તરફ જ્ઞાનવાપી પરિસરમાં આજથી શરૂ થયેલ એએસઆઈનો સરવે પ્રથમ દિવસે બપોરે ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે. શુક્રવાર હોવાથી ટૂંક સમયમાં સરવે પૂર્ણ થશે. જો કે મુસ્લિમ પક્ષે આજથી શરૂ થતા ASI સરવેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
બીજી તરફ જ્ઞાનવાપી પરિસરમાં આજથી શરૂ થતા ASI સરવેનો મુસ્લિમ પક્ષ બહિષ્કાર કરશે. મસ્જિદ કમિટીના કોઈપણ પદાધિકારી અથવા તેમના વકીલ સરવેની કાર્યવાહીમાં સામેલ થશે નહીં. સરવેક્ષણ સમયે, મસ્જિદમાં ફક્ત હાજર ઇમામ અને સ્ટાફ જ રહેશે. જણાવી દઈએ કે મુસ્લિમ પક્ષે પણ ૨૪ જુલાઈના રોજ થોડા કલાકો માટે યોજાયેલા સરવેનો બહિષ્કાર કર્યો હતો. આ જાણકારી મસ્જિદ કમિટીના સચિવ એસએમ યાસીને આપી છે. આ સાથે લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી. જ્ઞાનવાપીમાં આજથી શરૂ થનારા સરવેમાં IIT કાનપુરના નિષ્ણાતો પણ મોટી ભૂમિકા ભજવશે.
IIT કાનપુરના નિષ્ણાત પ્રોફેસર જાવેદ મલિક પડદા પાછળથી સરવે ટીમને મદદ કરશે. જાવેદ મલિક IIT કાનપુરમાં અર્થ અને પ્લેનેટોરિયમ સાયન્સ વિભાગમાં પ્રોફેસર છે. આ દિવસોમાં તે વિદેશમાં છે. વિદેશમાં હોવાથી તે આ વખતે સરવેમાં સીધો ભાગ લઈ શકશે નહીં. તેમના સાથીઓની એક ટીમ પણ સરવે ટીમનો ભાગ હશે. જો જરૂર પડે તો પ્રોફેસર જાવેદ મલિક પણ વર્ચ્યુઅલ રીતે સરવે ટીમનો ભાગ બની શકે છે. એએસઆઈ દ્વારા હાઈકોર્ટમાં આપવામાં આવેલા સોગંદનામામાં આઈઆઈટી કાનપુરના રિપોર્ટને આધાર બનાવવામાં આવ્યો હતો.