એક મુસ્લિમ મહિલાએ હિંદુ-મુસ્લિમ બંને ધર્મ માટે ભાઇચારાનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. ઉત્તરપ્રદેશના કાનપૂરમાં એક મુસ્લિમ મહિલાએ રામાયણનો ઉર્દુ ભાષામાં અનુવાજ કર્યો છે. આ અનુવાદ દ્વારા તેણે હિંદુ અને મુસ્લિમ લોકો વચ્ચે ભાઇચારાનું ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. કાનપુરના ઉત્તરપ્રદેશમાં રહેતી ડોક્ટર માહી તલત સિદ્દીકીએ જણાવ્યું હતુ કે હિંદુ ધર્મની સારી વાતો મુસ્લિમ ધર્મના લોકો સુધી પહોંચવી જોઇએ.
માહી તલત સિદ્દીકીએ કહ્યું હતુ કે, બાકી ધર્મગ્રંથોની જેમ રામાયણ પણ શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપે છે. રામાયણને ઉર્દુ ભાષામાં ટ્રાંસલેટ કર્યા બાદ તેને માનસિક શાંતિ અને આરામનો અનુભવ થઇ રહ્યો છે. ડોક્ટર માહી તલત સિદ્દીકીને રામાયણનો અનુવાદ કરતા દોઢ વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો.
ડોક્ટર માહી તલત સિદ્દીકીએ વધુમાં જણાવ્યું હતુ કે, તેમણે ખાસ ધ્યાન રાખ્યુ હતુ કે હિંદી ભાષાના અર્થ સાથે કોઇ છેડછાડ ના થાય. હિંદી સાહિત્ય સાથે એમ.એ. કરનાર ડોક્ટર માહી તલત સિદ્દીકી આગળ પણ આવા પ્રાકરના કાર્ય કરતી રહેશે તેમ પણ જણાવ્યુ હતુ.