ખુબ લોકપ્રિય ફોટો શેયરિંગ એપ ઇન્સ્ટાગ્રામે ભારતમાં હવે સ્ટોરીમાં મ્યુઝિક ઉમેરી દેવા માટેના ફિચર્સની શરૂઆત કરી દીધી છે. નામ મુજબ જ આ ફિચર યુઝરને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સત્તાવાર મ્યુઝ ટ્રેક એડ કરવાની સુવિધા આપે છે. હજુ સુધી આ ફિચર્સના સંબંધમાં ઇન્સ્ટાગ્રામની તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર પોતાના એપને અપડેટ કરીને આ ફિચરનો લાભ ઉઠાવી શકે છે. એક વખતે એપને લેટેસ્ટ વર્જનમાં અપડેટ કરવામાં આવ્યા બાદ સ્ટોરીના વિકલ્પ પર જવામાં આવે છે. સાથે સાથે સ્ટિકર ટેબ દબાવી દેવામાં આવે છે. અહીં આપને મ્યુઝિક ફિચર મળશે. ત્યારબાદ પણ જો તમને મ્યુઝિક ફિચર નજરે ન પડે તો એપને બંધ કરીને ફરી વાર ખોલવાની જરૂર હોય છે. ત્યારબાદ આપને એપ પર મ્યુઝિક ફિચર નજરે પડી જશે.
ઇન્સ્ટાગ્રામ મ્યુઝિક ફિચરમાં ત્રણ ટેબ રહેલા છે. જેમાં પોપ્યુલર સોંગ, મુડ સોંગ અને જાનર આપવામાં આવ્યા છે. લોકપ્રિય ગીતોની લિસ્ટમાં પછતાઓગે, બેબી શાર્ક, બેડ ગાય, ઓલ્ડ ટાઉન રોડ જેવા ગીત નજરે પડી શકે છે. યુઝર ઇચ્છો તો મુડના આધાર પર ગીતોની પસંદગી કરી શકે છે. જેમ કે રોમેÂન્ટક, ફન, અપબીટ અને ડ્રીમનો સમાવેશ થાય છે. જેનર જેમ કે હિન્દી, પંજાબી, રોક, હિપહોપ પણ આમાં ઉપલબ્ધ છે. રિકોર્ડ બટનની ડાબી બાજુ આપને એક ઇન્સ્ટાગ્રામ મ્યુઝિક બટન નજરે પડશે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માટે કોઇ વિડિયો રેકોર્ડ કરતા પહેલા યુઝર મ્યુઝક બટનને દબાવીને કોઇ પણ ગીતની પસંદગી કરી શકે છે.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને જોવાવાળા યુઝરને બેકગ્રાઉન્ડમાં પસંદ કરવામાં આવેલા ગીતને સાંભળવાની તક મળશે. આની સાથે જ એક સ્ટીકર પણ નજરે પડનાર છે. જેમાં કલાકારના નામ અને ગીતનુ નામ લખેલુ રહેશે. ઇન્સ્ટાગ્રામ મ્યુઝિકમાં લિરિક્સ ફિચરમાં પણ ઉપલબ્ધ છે. જેને ગયા વર્ષે જુનમાં લોંચ કરવામાં આવ્યા બાદ તેને સફળતા મળી હતી. જે હેઠળ યુઝર મ્યુઝિક ટ્રેક પર પોતાના અવાજમાં પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગીતના શબ્દો પણ આપી શકો છો. યુઝરની પાસે ગીતના કેટલાક વિકલ્પો રહેલા હોય છે. જો યુઝર ઇચ્છે તો આલ્બમ આર્ટ પણ પસંદ કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ યુઝરને જુદા જુદા રંગોની મદદથી ગીતોની લિરિક્સને બદલવાની પણ તક રહેશે.