પતિની હત્યા કર્યા બાદ લાશ ખેતરના ઝાંપા પાસે ફેકી આત્મહત્યામાં ખપાવી
ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરી
બનાસકાંઠા : બનાસકાંઠાના મુડેઠા ગામમાં ખુદ પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યા બાદ તેની લાશને ગામની સીમમાં રોડને અડીને આવેલા ખેતરના ઝાંપા પાસે ફેકી આત્મહત્યામાં ખપાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાેકે મૃતકની શરીર ઉપર હથિયારના ઘા મળી આવતા ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો છે. ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાંથી ગઈકાલે રોડને અડીને આવેલા ખેતરના ઝાંપા પાસેથી યુવકની બિનવારસી લાશ મળી આવી હતી. જેને લઈને લોકોના ટોળા એકઠા થયા બાદ ભીલડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જાેકે મૃતક યુવકના મોંઢાનો આગળનો ભાગ ચુંથાઇ ગયેલ હોઇ લાશ પોલીસને લાશ ઓળખવામાં મુશ્કેલી પડી હતી. જાેકે ભીલડી પોલીસે લાશનો કબજાે લઈને તેને પોસમોર્ટમ માટે ખસેડી હત્યા કે આત્મહત્યાની તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને અલગ-અલગ ટીમો બનાવી લાશની ઓળખ માટે તપાસ કરતા મૃતક યુવાન મુડેઠા ગામનો ૩૫ વર્ષીય વીરાજી ચંદુજી રાઠોડ હોવાનુ સામે આવતા તેમજ મૃતકનો પોસમોર્ટમ રિપોર્ટ આવતા આ બાબતે પોલીસે ઝીણવટથી તપાસ કરતા યુવકનું મર્ડર થયાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે ઈ.પી.કો.કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધી ત્યારબાદ ખાનગી રાહે તપાસ કરતા પોલીસને જાણવા મળેલ કે મરણ જનારની પત્નિ સોનલબેને તેના પ્રેમી અલ્પેશસંગ હરીસંગ રાઠોડ સાથે મળીને તેના પતિની હત્યા કરીને તેની લાશને ગામની સીમમાં ફેંકી દઈ તેને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી. જેથી પોલીસે મૃતકની પત્નિ સોનલબેન તથા તેના પ્રેમી અલ્પેશસંગ હરીસંગ રાઠોડ બન્નેની કડક પુછપરછ કરતા ૧૮ નવેમ્બર ના રાત્રીના આશરે અગિયાર વાગ્યાના અરસામા મૃતક વિરાજી રાઠોડના ખેતરની બાજુના ખેતરમા એરંડાના છોડની આડમા તેની પત્ની અને પ્રેમીએ લોખંડના ધારીયા વડે ઘા મારી તેનું મોત નિપજાવેલ અને ત્યારબાદ બીજા દિવસે તા ૧૯ નવેમ્બરના રાત્રીના આરોપી અલ્પેશસગે મૃતકની લાશને ખેતરમાંથી ઘસડી લાવી મુડેઠા ગામની સીમમા ભીલડી શિહોરી હાઇવે રોડને અડીને આવેલા અલ્કેશભાઇ ઠકકરના ખેતરના ઝાપા પાસે લાવીને ફેંકી દીધેલ હતી. તેવી કબુલાત કરતા પોલીસે પત્ની અને પ્રેમીની અટકાયત કરી હતી. પતિની હત્યા પાછળ પત્ની અને પ્રેમીનો અવેધ પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે જ્યાં મૃતકની પત્ની સોનલ રાઠોડને તેનાજ ગામના અને તેનાથી ઉંમરમાં ૧૩ વર્ષ નાના અલ્પેશસંગ રાઠોડ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યાં પતિ વિરાજી રાઠોડ પત્ની અને પ્રેમીના પ્રેમમાં બાધારૂપ બનતા પત્ની અને પ્રેમીએ સાથે મળીને પ્લાન બનાવી પતિ વિરાજી રાઠોડની હત્યા કરી તેનું કાસળ કાઢી નાખ્યું હતું. જાેકે આખરે પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીનું પાપા છાપરે ચડીને પોકારતા તેમના પાપનો ફાંડો ફૂટ્યો હતો અને તેવોની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.(૧) અલ્પેશસંગ હરીસંગ રાઠોડ ઉ.વ.૧૯ ધંધો-ખેતી રહે-મુડેઠા(૨) સોનલબેન વા/ઓ વીરાજી ચંદુજી જાતે-રાઠોડ ઉ.વ.આ.૩૨ ધંધો.ઘરકામ તથા ખેતી રહે-મુડેઠા ઉલ્લેખનીય છે કે, પોલીસને એક લાશ મળી હતી.પોલીસ તપાસમાં આત્મહત્યા નહિ હત્યા થઈ હોવાનું સામેં આવ્યું છે. ખુદ પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી છે.
ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી વડોદરા : અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ...
Read more