દિલ્હીમાં ટ્યુટર દ્વારા પત્નિ અને ૩ બાળકની ક્રુર હત્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના મહેરોલી વિસ્તારમાં એક કમકમાટીભરેલી ઘટના સપાટી પર આવી છે. અહીં એક વ્યÂક્તએ પરિવારના તમામ સભ્યોની ક્રુર હત્યા કરી નાંખી છે. જેમાં તેની પત્નિ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. મળેલી માહિતી મુજબ આ હત્યાકાંડને ઉપેન્દ્ર શુક્લા નામના શખ્સે અંજામ આપ્યો છે. ૪૨ વર્ષીય ઉપેન્દ્ર ટ્યુશન ભણાવે છે. આ શખ્સે પોતાની પત્નિ રિન્કુ શુકલા અને ત્રણ બાળકોની હત્યા કરી દીધી છે. બાળકોની વય ક્રમશ છ, ૫ વર્ષ અને બે મહિનાની હોવાની જાણવા મળ્યુ છે. ઉપેન્દ્ર કુશવાહે નોંધ લખીને મર્ડરની હત્યાની કબુલાત કરી લીધી છે.

જો કે હત્યાકાંડ પાછળના કારણ અંગે કોઇ માહિતી આપી નથી. સાઉથ  દિલ્હીના ડીસીપીએ કહ્યુ છે કે ઉપેન્દ્રની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. ઉપેન્દ્ર દ્વારા ત્રણેયના ગળા પર પ્રહાર કરીને ક્રુર હત્યા કરી છે. ચાકુને કબજે કરીને તપાસ ચાલી રહી છે. આસપાસના લોકોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો તે છેલ્લા  કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો. જે ઘરમાં તમામની હત્યા કરી તે ઘરમાં સાસુ પણ રહેતી હતી. સવારમાં ઉપેન્દ્ર દ્વારા દરવાજા ખોલવામાં ન આવતા તેની નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ પાડોશી લોકોને બોલવાવામા આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ હત્યાકાંડની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે.

TAGGED:
Share This Article