મુંબઈ : બહાદુરી, વફાદારી અને ફરજ પ્રત્યે મજબૂત કટિબદ્ધતાની વાર્તા. ડિઝની+ હોટસ્ટાર અનોખી ખજાનાની શોધ આધારિત સિરીઝ – ધ સિક્રેટ ઓફ ધ સિલેદાર્સ લાવી રહી છે. આ સિરીઝ શિલેદારો એવા મજબૂત સંરક્ષકો અને વિશ્વાસુ કારભારીઓની વાર્તા છે, જેમની સમર્પિતતાએ યુગના ક્રમને આકાર આપ્યો હતો. દશમી ક્રિયેશન્સ એલએલપીના બેનર હેઠળ મુંજ્યા ફેમ આદિત્ય સરપોતદાર દ્વારા દિગ્દર્શિત આ સિરીઝની નિર્મિતી નીતિન વૈદ્યની છે. સિરીઝમાં રાજીવ ખંડેલવાલ સાથે સઈ તામ્હણકર, ગૌરવ અમલાની અને આશિષ વિદ્યાર્થી વગેરે છે. સિરીઝ 31મી જાન્યુઆરી, 2025થી રિલીઝ થશે, ફક્ત ડિઝની+ હોટસ્ટાર પર.
શોના દિગ્દર્શક આદિત્ય સરપોતદાર કહે છે, “મારા ઉછેર દરમિયાન હું હંમેશાં સાહસ અને ઈતિહાસની વાર્તાઓથી મોહિત થતો હતો. તે હંમેશાં મારી ઉત્સુકતા વધારતી હતી. આવી જ એક ઉત્સુકતામાંથી ધ સિક્રેટ ઓફ ધ શિલેદાર્સનો જન્મ થયો છે. ‘શિલેદાર’ એટલે કે, પાલકોની સંકલ્પના અગાઉ ક્યારેય ખોજ કરવામાં આવી નથી, જેથી આ સિરીઝ રોચક છતાં પરિપૂર્ણ બની છે. હું માનું છું કે ધ સિક્રેટ ઓફ ધ શિલેદાર્સ પ્રોજેક્ટે મને પડકાર્યો હતો અને મારા કમ્ફર્ટ ઝોનમાંથી મને બહાર કાઢ્યો હતો અને મને એ વાતની પણ ખુશી છે કે હું રાજીવ ખંડેલવાલ સાથે આ પ્રવાસ પર નીકળી શક્યો, કારણ કે તેણે અભિનયમાં પ્રાણ પૂરી દીધા છે અને મને ખાતરી છે કે પડદા પર તે નિખરી આવશે. ડિઝની+ હોટસ્ટારના દર્શકોનો પ્રેમ જોવા માટે ઉત્સુક છું.”
અભિનેતા રાજીવ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “હું માનું છું કે ધ સિક્રેટ ઓફ ધ શિલેદાર્સે મારી પસંદગી કરી છે અને અન્ય કોઈ રીતે નહીં. અહીં આવું અલગ અને ઉત્ક્રાંતિ પામનારું પાત્ર ભજવવા માટે હું થોડો સંકોચમાં હતો, પરંતુ આદિત્યની કળાકારીગરી અને ભવિષ્યલક્ષી ધ્યેયે મારું કામ આસાન અને સરળ બનાવી દીધું. આપણે મોટા ભાગના લોકો ઈતિહાસથી મોહિત હોઈએ છીએ ત્યારે આદિત્યએ આ વાર્તા સંભળાવી ત્યારે હું ચકિત થઈ ગયો હતો અને આવા મોજીલા અને અંતરદ્રષ્ટિભર્યા પ્રોજેક્ટ પર કામ કરવા મારી અંદર ઉત્સુકતા જાગી. હવે આ મજેદાર સવારી પર દર્શકોને લઈ જવા અને ડિઝની+ હોટસ્ટાર પર તેમની પ્રતિક્રિયા જોવા માટે હું ભારે ઉત્સુક છું.”
અભિનેત્રી સાઈ તામ્હણકર કહે છે, “મને મરાઠા અને છત્રપતિ શિવાજી મહારાજના વારસાની વાર્તા કહેતી આ કથાનો હિસ્સો બનવાની ખુશી છે. હું બાળપણથી ઘણી બધી વાર્તાઓ સાંભળતી આવી છું અને દરેક વખતે દરેક વાર્તા મને ગૌરવની લાગણી કરાવે છે. છત્રપતિ શિવાજી મહારાજનો વારસો ફક્ત મહારાષ્ટ્ર નહીં પણ ભારત સાથે સંબંધિત છે અને તેથી જ હું તેનો હિસ્સો બનવા માગતી હતી. મને આ તક આપવા માટે ડિઝની+ હોટસ્ટારની હું ખૂબ ખૂબ આભારી છું અને આ શોના રિલીઝની મને બહુ ઉત્સુકતા રહેશે.”