શ્રુતસ્થવિર આગમપ્રજ્ઞ દર્શન પ્રભાવક મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમના આ મહોત્સવની રાહ જોવાતી ત્યારે હવે 16 તારીખના રોજ ગુરૂગુણ મહોત્સવ યોજાઇ રહ્યો છે.શ્રી લક્ષ્મીવર્ધક શ્વે.મૂ.પૂ. જૈન સંઘ, અમદાવાદ અને શ્રી સિદ્ધિ-જમ્બૂ પરિવાર દ્વારા ટાગોર હોલ પાલડી ખાતે આ મહોત્સવના યોજાશે.
જેમાં આચાર્ય ભગવંતો દ્વારા ગુણાનુવાદ કાર્યક્રમ ઉપરાંત આ શુભ દિવસ પર સ્મૃતિગ્રંથ વિમોચન, ડૉક્યુમેન્ટ્રી પ્રદર્શન, દેશ-વિદેશના અનેક વિદ્વાનો દ્વારા જીવન પરિચય સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવશે.
સોનામાં સુગંધ ભળે તેવા ગુરૂભક્ત ભૂષણભાઇ દ્વારા ૫.પૂ. ગુરૂદેવશ્રીના લખાયેલા અનેક લેખોનું જે વિખરાયેલું સાહિત્ય છે, તેને શોધી તે તથા પૂજ્યશ્રીના અનેક લભ્ય-અલભ્ય ગ્રંથોનું પુનઃમુદ્રણ આદિ મળી શતાબ્દિ વર્ષમાં ૧૦૦ ગ્રંથો પ્રકાશિત કરવાનો સંકલ્પ કરેલ છે.તેમાંથી ૮ પુસ્તકોનું વિમોચન થશે.
સંગીત કાર્યક્રમનું પણ આયોજન ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું છે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પ.પૂ.આ.ભ.શ્રી. પુન્ડરીકરત્નસૂરીશ્વરજી સાહેબે જણાવ્યું હતું કે શ્રી જંબૂવિજયજી સાહેબજીએ અમને જે માર્ગદર્શન આપ્યું કે કઈ રીતે ગ્રંથોનું સંશોધન કરી શકાય એમના પગલે પગલે એમના ગયા પછી અમે જે પાંચ પુસ્તકો નું પ્રકાશન કર્યું છે તેનું અનાવરણ અમે તે દિવસે કરવાના છીએ. તે સિવાય પૂજ્યશ્રી એ પોતાના પ્રારંભના જીવનમાં સામાયિકોની અંદર જે લેખો લખ્યા હતા તે બધા લેખોનું સંકલન કરીને તેનું અનાવરણ પણ તે દિવસે રાખવામાં આવ્યું છે.તે ઉપરાંત જૈન ઇતિહાસ ના બે વોલ્યુમ પણ તે દિવસે અનાવરણ કરવામાં આવશે. તે દિવસે 14 થી 15 આચાર્ય ભગવંત સાથે અનેક સાધુ સાધ્વીજી ભગવંતો અને આ ક્ષેત્રની અંદર વિદ્યા પામેલા સંતો પણ હાજર રહેવાના છે. સમગ્ર દેશમાંથી મોટા ઉદ્યોગપતિ, શિક્ષણ, મેડિકલ અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ પણ હાજર રહેવાના છે.
આ કાર્યક્રમમાં પ.પૂ. મૂર્ધન્ય વિદ્વાન મુનિ શ્રીધુરંધરવિજયજી મ. સા. પૂ.આ.ભ. શ્રી પુણ્ડરીકરત્નસૂરિજી મહારાજા, ૫. પૂ.પં. પ્રવર શ્રીધર્મઘોષવિજયજી મહારાજા સ્વામી ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન નો મુખ્ય લાભ શ્રીમતી ગીરાબેન પ્રદીપભાઈ, ધરા, કજરી, દેવીના ચોકસી પરિવારે લીધો છે નિમંત્રક શ્રી લક્ષ્મીવર્ધક જૈન શ્રી સંઘ, સિદ્ધિ- જમ્બૂ પરિવાર, ડૉક્યુમેન્ટ્રીના લાભાર્થી શ્રીમતી હિનાબેન ધીરજભાઈ ધરોડ પરિવારે લીધો છે.
મુખ્ય અતિથિ વિશેષ તરીકેશ્રીમાન મહાસુખ ભાઈ શાન્તિલાલઅદાણીશ્રીમાન વિનોદભાઈ શાંતિલાલ અદાણીશ્રીમાન્ વસંતભાઈ શાંતિલાલ અદાણી, શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈ શાહ, પદ્મશ્રી ડૉ. શ્રી સુધીરભાઈ બી. શાહ, શેઠ શ્રીશ્રીયકભાઈ અરવિંદભાઈ શાહ, મહેતા સુધી૨ભાઈ ઉત્તમભાઈ (ટોરેંટ), પદ્મશ્રી ડૉ. કુમારપાલભાઇ દેસાઇ, પંડીતવર્યશ્રી જીતેન્દ્રભાઈ બી. શાહ, વિદુષી સાધ્વીજીશ્રી શિલાપીજી-વિરાયતન હાજર રહેશે.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more