મુંબઇ: પોલીસ અધિકારી અને પૂર્વ જોઇન્ટ કમિશ્નર મુંબઇના હિંમાશું રોયે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. હિંમાંશુ રોયને કેંસર હતું અને છેલ્લા કેટલાક દિવસોથી તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું હતું અને એવું માનવામાં આવે છે કે, ડિપ્રેશનમાં આવીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
હિંમાશુ રોય એ સમગ્ર દેશમાં એક જાણીતો ચહેરો હતો અને તેમણે IPL સ્પોટ ફિક્સિંગ જેવાં મોટા કૌભાંડનો ખુલાસો કર્યો હતો. બે વર્ષ પહેલાં હિંમાશુંએ બિમારીના કારણે 6 માસની રજા લીધી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ 1988ની બેચના IPS અધિકારી હતા અને પોતાની કારકિર્દી ઘણાં મોટા કેસ સોલ્વ કર્યા હતાં. તેમજ તેઓ ફિટનેસના ચૂસ્ત આગ્રહી હતા. હિમાંશું રોયે IPL ફિક્સિંગ સિવાય જેડે મર્ડર કેસ, ઇકબાલ કાસકરના ડ્રાઇવર પર ફાયરિંગ તેમજ લાલા કાન મર્ડર કેસ પણ સોલ્વ કર્યો હતો.હિંમાશું રોયને 2009માં મુંબઇ પોલીસના જોઇન્ટ કમિશ્નર બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેઓ મહારાષ્ટ્ર ATSના ચીફ અને ADGPની જવાબદારી પણ સંભાળી હતી.