નવી દિલ્હી : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં બેસ્ટની હડતાળ આજે સતત બીજા દિવસે પણ જારી રહી હતી. જેના કારણે જનજીવન ખોરવાઇ ગયુ હતુ. આ હડતાળના કારણે લોકો અટવાઇ પડ્યા છે. બેસ્ટની હડતાળના કારણે સેન્ટ્રલ રેલ સીપીઆરઓ દ્વારા વધારાની સબ સર્વિસ શરૂ કરવામાં આવી છે. બેસ્ટના ૩૩ હજાર કર્મચારીઓની હડતાળના કારણે મુંબઇમાં જનજીવન ખોરવાઇ ગયુ છે. દરરોજ લાખો લોકો મુંબઇમાં બેસ્ટની બસમાં મુસાફરી કરે છે. આજે બીજા દિવસે પણ ૧૮૧૨ જેટલી બેસ્ટ બસ માર્ગો પર દેખાઇ ન હતી. જેના કારણે માર્ગો પર સન્નાટો રહ્યો હતો.
હડતાળના કારણે બીજા દિવસે લાખો લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. બેસ્ટની હડતાળના કારણે ૨૫ લાખ લોકોને મુશ્કેલી પડી હતી. લાખો યાત્રીઓ અંધાધૂંધીમાં દેખાયા હતા. છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ ખાતે યાત્રીઓને બસ શોધવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હડતાળના કારણે માર્ગો પર સવારમાં જારદાર સન્નાટો જાવા મળ્યો હતો. બેસ્ટ કર્મચારીઓની કેટલીક માંગ રહેલી છે.
તેમની મુખ્ય માંગ બેસ્ટ બજેટને બીએમસીના મુળ બજેટમાં સામેલ કરવા માટેની રહેલી છે. આ ઉપરાંત કર્મચારી સેવા આવાસ અને ભરતીને લઇને પણ કેટલીક માંગ કરવામાં આવી ચુકી છે. બેસ્ટના પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ હતુ કે ૨૭ ડેપોમાં ૧૮૧૨ બસ મો‹નગ સેવા માટે મુકવામાં આવી હતી. જા કે એક પણ બસ ડેપોમાંથી સતત બીજા દિવસે બહાર નિકળી શકી નથી. મહારાષ્ટ્ર સરકારે બેસ્ટની બે સર્વિસને એસ્મા હેઠળ સામેલ કરી છે.
દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં જનજીવન પર બેસ્ટની હડતાળના કારણે દરેક વખત અસર થાય છે. બેસ્ટમાં દરરોજ અવરજવર કરતા લોકોની સંખ્યા ખુબ વધારે પહેથી જ રહેલી છે.