મુંબઇ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં પણ ભારે વરસાદના કારણે હાલત કફોડી બની ગઇ છે,. શુક્રવારે મોડી રાત્રે વરસાદની શરૂઆત થયા બાદ આજે શનિવારના દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. સવારમાં મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી રહી હતી. હવામાન વિભાગે ચેતવમી આપતા કહ્યુ છે કે હજુ ચોથી અને પાંચમી ઓગષ્ટના દિવસે પણ મુંબઇમાં ભારે વરસાદ જારી રહેનાર છે. આવતીકાલ સુધી તંત્ર દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઇ ઉપરાંત પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગે અંદાજ મુક્યો છે કે ૪-૫ ઓગષ્ટના દિવસે ભારે વરસાદ થનાર છે. ભારે વરસાદ વચ્ચે પાલઘરમાં ક્લેકટર દ્વારા તમામ સ્કુલ અને કોલેજમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. થાણે વેસ્ટમાં જુદા જુદા વિસ્તારમાં સવનારે જળબંબાકારની સ્થિતી રહી હતી. ભારે વરસાદની સાથે સાથે નીચે મુજબ છે.
- વાણિજ્ય પાટનગર મુંબઇમાં ભારે વરસાદનો દોર યથાવત રીતે જારી રહ્યો
- ભારે વરસાદના કારણે જનજીવન પણ સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ
- મોટી સંખ્યામાં લોકો સવારરમાં ઓફિસ જતી વેળા જુદી જુદી જગ્યાએ ફસાયા
- હવામાન વિભાગના કહેવા મુજબ ચોથી અને પાંચમી ઓગષ્ટના દિવસે ભારે વરસાદ પડી શકે છે જેથી આ બે દિવસ માટે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી
- લોકોને બિનજરૂરી રીતે બહાર ન નિકળવા માટેની સુચના આપવામાં આવી
- થાણે, પુણે અને મુંબઇમાં તોફાની પવનની સાથે વરસાદ થયો
- ભારે વરસાદના કારણે મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- લોકોને સાવધાન રહેવા અને પરિસ્થિતી પર નજર રાખવા માટે કહેવામાં આવ્યુ
- જાગેશ્વરીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પાણી ભરાઇ ગયા
- પાલઘર, મલાડ, કાંદિવલી સહિતના વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા
- દરિયામાં અને આસપાસના વિસ્તારોમાં ન જવા માટેની સુચના આપવામાં આવી
- ટ્રેક પર પાણી હોવા છતાં સેન્ટ્રલ રેલવેની સેવા હાલમાં જારી છે
- થાણે સહિતના વિસ્તારોમાં સ્કુલો અને કોલેજને બંધ રાખવા માટેના આદેશ
- મલાડ વિસ્તારમાં રહેતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યા